ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ ઉપરાંત દિવાળીની સિઝન બાદ ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવવા બહારગામ સ્થળાંતરિત કરતા હોય છે, ત્યારે બરડપાણી ગામની મહિલાઓ દ્વારા સ્વ રોજગારી પુરૂ પાડીને સ્વનિર્ભર બનવાનો ઉત્તમ દાખલો છે. આગાખાન સંસ્થા દ્વારા આ મહિલાઓને ગ્રીન-ટી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
ગ્રીન-ટી ચાલુ કર્યાને 8થી9 મહિના જેટલો સમય થયો છે અને અત્યાર સુધીમાં મહિલાઓને 50થી 60 હજાર રુપિયા રોજગારી પણ મળી છે. ગામની મહિલાઓ જૂથ બનાવીને કામ કરે છે અને રાત્રીના સમયે બે-ત્રણ કલાક પેકિંગનું કામ કરે છે. જેમાં ઘરના અન્ય સભ્યો પણ તેમને મદદ કરે છે, ત્યારે આ મહિલાઓ ઘરકામની સાથે સાથે રોજગારી મેળવીને અનેક મહિલાઓને પ્રેરણા આપે છે.