ડાંગ: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સમ્રગ દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનમાં ગરીબ લોકો ભૂખમરાનો શિકાર બને નહીં તે માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એપ્રિલ મહિનામાં વિનામૂલ્યે અનાજનું વિતરણ શરૂ કરાવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં NFSA ,Non NFSA BPL અંતર્ગત કુલ 39,870 કાર્ડધારકોને આનો લાભ મળશે. ડાંગ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે વ્યાજબી ભાવની દુકાનો પર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એપ્રિલ મહિનામાં ડાંગ જિલ્લાના કુલ 2,09,787 લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવશે.
જેમાં NFSA હેઠળ આહવા તાલુકાના 79,855, વધઇ તાલુકામાં 62,357 અને સુબીર તાલુકામાં 59,438 મળીને કુલ 2,01,650 લોકો જ્યારે Non NFSA BPL અંતર્ગત આહવામાં 4,227, વધઈ 1,709 અને સુબીર 2,201 મળીને કુલ 8,137 લોકોને આ યોજનાનો લાભ મળશે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 3.5 કિ.ગ્રા ધઉં,1.5 કિ.ગ્રા.ચોખા મળીને કુલ 5 કિ.ગ્રા. અન્ન વિતરણનો પ્રારંભ કરાયો હતો.