ડાંગ: વૈશ્વિક મહામારી એવા કોરોનાની ચેઈનને તોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસનો લોકડાઉન જાહેર કર્યુ છે. તેવામાં લોકડાઉનની સ્થિતિમાં રોજે મજૂરી કરી ગુજરાન કરતા મજૂર વર્ગની સ્થિતિ કફોડી બની છે.
આ કોરોનાનાં સંકટમાં હાલમાં રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગરીબ મજૂર વર્ગને પણ પૂરતું ભોજન સહીત જીવન જરૂરિયાતની સાધન સામગ્રી મળી રહે તે માટે વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરો સહિતના દાતાઓ આગળ આવ્યા છે.
ડાંગ જિલ્લાનાં શામગહાન ગામનાં અગ્રણી રાજુભાઈ સાહેબરાવ ચૌધરીએ પણ સ્થાનીક શામગહાન, ભૂરાપાણી, ભાપખલ, રાનપાડા, નડગચોંડ જેવા ગામોનાં 300 જેટલા પરીવારને ચોખા, ઘઉં, શાકભાજી, તેલ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યુ હતું. તેમજ અગ્રણીઓએ ઈટનાં ભટ્ટા પર કામ કરતા ગરીબ મજૂરોને શોધીને તેમને પણ અનાજની કીટનું વિતરણ કર્યુ હતું.