ETV Bharat / state

Dang Rain Update: 2 ગામડાઓમાં વૃક્ષ નીચે દબાઈ જવાથી 2 મહિલાઓનાં મોત - Dang rain news

ડાંગ જિલ્લાની ચારેય નદીઓ ઘોડાપુર પાણીનાં જથ્થા સાથે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પાંચથી વધુ નીચાણવાળા કોઝવે ઊંડા પાણીમાં ગરક રહેતા જનજીવન સહીત પશુપાલન પ્રભાવિત થયુ હતુ. આ સાથે જ ચોકયા અને આહવા ગામમાં 2 મહિલાઓ નહ વૃક્ષ નીચે દબાઈ જતાં મોત થયું હતું.

Dang Rain Update
Dang Rain Update
author img

By

Published : Jul 26, 2021, 11:02 PM IST

  • જિલ્લાનાં 5 જેટલાં કોઝવે ઓવરફ્લો, 6થી વધું ગામડાંઓ સંપર્ક વિહોણા
  • જિલ્લામાં 2 મહિલાઓનાં વૃક્ષ નીચે દબાઈ જવાથી મોત
  • અંબિકા નદીના ગીરા ધોધનું રોદ્ર સ્વરૂપ સર્જાયું

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગતરોજથી ધોધમાર વરસાદની ધબધબાટી યથાવત રહેતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી છે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ હાલમાં ઘોડાપુર પ્રવાહ સાથે બન્ને કાંઠે વહેતી થઈ છે.

ડાંગ
ડાંગ

આ પણ વાંચો- Botad Rain Update: ખાભડા ડેમ ઓવરફ્લો થતા તૂટ્યો ગામનો પુલ

જિલ્લામાં 5 જેટલાં કોઝવે પાણીમાં ગરક થયા, 6થી વધુ ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યાં

સતત બીજા દિવસે ડાંગ જિલ્લામાં પાંચ જેટલા નીચાણવાળા કોઝવે કમ પુલો ઊંડા પાણીમાં ગરક રહેતા અંદાજીત 6 જેટલા ગામડાઓ સમયાંતરે જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્કવિહોણા બન્યા હતા. સાથે આ ગામડાઓનું જનજીવન, પશુપાલન અને ડેરી ઉધોગ ખોરંભે ચડ્યો હતો.

ડાંગ
ડાંગ

વરસાદનાં કારણે નાના જળ ધોધ સક્રિય બન્યાં

સોમવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહીત પૂર્વપટ્ટી તેમજ સરહદીય પંથકોમાં મેઘરાજા મહેરબાન થતા આ વિસ્તારનાં વહેળા, કોતરડા, નાળા, ઝરણા અને ડુંગરોની ગોદમાંથી નીકળતા નાનકડા જળધોધ ખીલી ઊઠયા હતા. સાથે જ અંબિકા નદીનો ગીરા ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ડાંગ
ડાંગ

આહવામાં 3 ઇંચ વરસાદ

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 68 MM અર્થાત 2.72 ઈંચ, સુબિર પંથકમાં 66 MM અર્થાત 2.64 ઈંચ, સાપુતારા પંથકમાં 70 MM અર્થાત 2.80 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 75 MM અર્થાત 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ચૌકયા ગામે મહિલાનું વૃક્ષ નીચે દબાઈ જવાથી મોત

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચૌકયા ગામે ધોધમાર વરસાદનાં પગલે એક તોતિંગ વૃક્ષ ઘર ઉપર ધરાશયી થઈ પડતા સ્થળ પર મહિલાનું દબાઈ જવાથી મોત નીપજ્યુ. જ્યારે નાંદનપેડા ગામનાં ઈસમનો બળદ નદીનાં ધસમસતા પુરમાં તણાઈને મોતને ભેટ્યો હતો.

ડાંગ
ડાંગ

આ પણ વાંચો- Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આહવામાં મહિલાનું વૃક્ષ નીચે દબાઈ જવાથી મોત

ડાંગ જિલ્લામાં ગતરાત્રે તેમજ દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડતા નદી નાળા ગાંડાતુર બની વહેતા થયા હતા. તેવામાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચૌકયા ગામે સુરેશભાઈ કાળુભાઈ વાડેકરનાં ઘર પર મળસ્કે 5:30 કલાકે નજીકમાં આવેલું સાગનું તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ ઘર પર તૂટી પડતા ચંદાબેન સંજયભાઈ વાડેકરના જેઓ તેમની પત્ની છે તે સાગનાં વૃક્ષ નીચે દબાઇ જતા તેમનું મૃત્યુ થયુ હતુ. આ મહિલાનાં પતિ સંજયભાઈનું મૃત્યુ પણ અગાઉ થઈ ગયુ છે. અહી ગતરોજ રાત્રીનાં અરસામાં ચંદાબેન વાડેકરનું પણ વૃક્ષ નીચે દબાઈને મૃત્યુ થતા તેમના ત્રણ બાળકો નિરાધાર બન્યા છે. આ બનાવની જાણ ગામનાં સરપંચ દ્વારા વહીવટી તંત્રને કરતા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.