ETV Bharat / state

ડાંગ: વધઇ પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી - ડાંગ મોબાઇલ ચોરી કરતી ગેંગ પોલીસના કબ્જે

ડાંગ પોલીસે જિલ્લાનાં વધઇમાં મોબાઇલની દુકાનોના તાળા અને નકુચાઓ તોડી મોબાઇલ તેમજ એસેસરિઝની ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે.

ETV bharat
ડાંગ: પોલીસે દુકાનના તાળા તોડી મોબાઇલ ચોરી કરતી ગેંગની ધરપકડ કરી
author img

By

Published : Jul 11, 2020, 7:37 PM IST

ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી મન્સુરી મોબાઈલ શોપના માલિક શાબિર મન્સુરીની એ ફરિયાદ નોધાવી હતી. કે અજાણ્યા ઇસમોએ દુકાનના શટરનાં બંને સાઈડનાં નકુચાઓ તોડી શટર ઊંચુ કરી દુકાનમાંથી શોકેસમાં મુકેલા આઈટેલ કંપનીના નવા મોબાઈલ નંગ.13 તેમજ એસેસરીઝ તથા પરચુરણ રૂપિયા કિંમત 1500 મળી એમ મળી કુલ રૂપિયા 11367 ની ચોરી કરી ગયા હતા.

આ અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મોબાઈલ તેમજ એસેસીરીઝની ચોરી કરતી ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને દુકાનોના તાળા તોડી મોબાઇલ ચોરી કરનાર ગેંગના કોશીમપાતળ ગામના બે આરોપી કમલેશ પવાર, સાગર ખડનીયાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની પુછપરછ કરતા તેમનો સહ આરોપી પ્રવિણ ઉર્ફે (પર્યો) રહે અનાપર ગામ (થાનેરા – બનાસકાંઠા)ને પકડવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઇલ કબ્જે કર્યા છે. અને કુલ 7300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.