સદર કામે ભોગ બનનારનો પુરાવો,માતા-પિતાનો પુરાવો તેમજ મેડીકલ એવીડેન્સ અને ફોરેન્સીક લેબોરેટરીના પુરાવાઓ એકબીજાને સુસંગત હોઇ આરોપી સામે ફરિયાદ પક્ષ નિઃશંકપણે પુરવાર કરી શકે છે. આરોપી ધણાં લાંબા સમયથી ભોગ બનનારના ધરે આવ-જા કરતો હોઇ પરિચિત હતો અને તેણે જન્માષ્ટમીના દિવસે ગેરલાભ લઇ ભોગ બનનાર સાથે ભોગ બનનારના ધરમાં જ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરેલ હોઇ જે સમાજમાં ખૂબ જ ઘૃણાસ્પદ ગણાય.
ઉપરોક્ત તમામ પુરાવાઓ તહોમતદારની સંડોવણી પૂરવાર કરતી હોઇ નામદાર કોર્ટ આઈ.પી.સી.કલમ ૩૭૬ તથા પોકસો એક્ટ હેઠળની કલમ ૩ (એ) મુજબ ગુનો પુરવાર થતો હોઇ ૩૭૬ તથા પોક્સો એક્ટ ૩ એ હેઠળ એડી.સેસન્સ જજ શ્રી વી.પી.અગ્રવાલે ૭ વર્ષની કેદ અને રૂ.૫૦,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે. સરકારી વકીલ શ્રી ટી.સી.સુળેએ ધારદાર રજૂઆત કરી હતી.