ETV Bharat / state

સહાયથી વંચિત ડાંગના ખેડૂતો 31 મે સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

લોકડાઉનના કારણે સહાયથી વંચિત રહી ગયેલા ડાંગના ખેડૂતો 31 મે સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

Dang farmers will be able to apply on the i-farmer portal till May 31
સહાયથી વંચિત ડાંગના ખેડૂતો 31 મે સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
author img

By

Published : May 8, 2020, 7:03 PM IST

આહવાઃ ડાંગ જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે, સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે, ત્યારે રાજ્યના ખેડૂત ખાતેદારો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં જુદા-જુદા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકે એ હેતુ અર્થે રાજ્ય સરકારે વર્ષ 2020-21 માટે 01લી માર્ચથી 30મી એપ્રિલ એમ કુલ બે માસ માટે આઈ ખેડૂત પોર્ટલ (ikhedutportal) ખુલ્લુ મુકવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં પ્રવર્તમાન નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે છેલ્લા એક માસથી લોકડાઉનના કારણે ખેડૂતો અરજી કરવાથી વંચિત રહી ગયેલા હોય તથા ખેડૂત વિવિધ સહાય યોજનાઓનો લાભ લઇ શકે છે.

આ માટે આઈ ખેડૂત પોર્ટલ (ikhedutportal) પર નવી અરજી મેળવવા માટે 5/5/2020થી 31/5/2020 સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમ થકી ખેડૂતો ઓનલાઈન અરજી કરી પોતાને જરૂરિયાતના સાધનો જેવા કે દવા છાંટવાના પંપ, તાડપત્રી, સિંચાઇના સાધનો, ટ્રેક્ટર, પાવર ટ્રીલર તથા ટ્રેકટર સંચાલિત કૃષિ યાંત્રીકરણના સાધનો જેવા કે રોટાવેટર, કલ્ટીવેટર, પ્લાવ, થ્રેસર વગેરે સાધનો ઉપર વિવિધ યોજના હેઠળ સહાય સીધી પોતાના બેંક ખાતામાં મેળવી શકે છે.

આ માટેની ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે અને ખેડૂતે અરજી કરતી વખતે 7-12 અને 8-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર, તેમજ બેંકની પાસબુકની વિગત વગેરે સાથે રાખવુ જરૂરી છે. ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ (ikhedutportal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટઆઉટ મેળવી સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકાકક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી)ને પહોંચાડવાની રહેશે. જેથી જિલ્લાના ખેડૂત મિત્રોએ વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરી સબંધિત કચેરીને પહોંચતી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, આહવા-ડાંગની અખબારી યાદીમાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.