- ડાંગ જિલ્લામાં ગુરુવારે 14 નવા કેસ નોંધાયા
- ડાંગ જિલ્લામાં 6 દર્દીઓને રજા અપાઈ
- એક્ટિવ કેસ 58, 14 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં, 44 હોમ આઇસોલેશન હેઠળ
ડાંગઃ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ પૈકી 14 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં અને 44 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. "કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 22 એપ્રિલ ગુરુવારે 1,071 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે 7,738 વ્યક્તિઓનો હોમ ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થયો છે.
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા
જિલ્લામાં હાલ 1,577 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન
જિલ્લામાં 22 એપ્રિલ ગુરુવારે કુલ 58 કન્ટેનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 196 ઘરોને આવરી લઈ 804 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે 58 બફર ઝોન (એક્ટિવ)માં 381 ઘરોને સાંકળી લઈ 1,577 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો, 22 એપ્રિલ ગુરુવારે જિલ્લાભરમાંથી 142 RT PCR અને 162 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 304 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 142 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ છે.