- કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
- સંકલન સમિતિ બેઠકમાં ધારાસભ્ય દ્વારા માર્ગ સુધારણા અંગે રજુઆત
- આ બેઠકમાં ધારાસભ્ય, તેમજ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ડાંગ : જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે શનિવારના રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાનાં વહીવટીકર્તા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ગ્રામ્ય માર્ગોના સુધારણાના કામો સમયસર શરુ થાય
ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા કોરોના સમય બાદ ફરી શરુ થયેલી એસ.ટી.બસની સુવિધાઓ બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય વિજયભાઈ પટેલે ગ્રામ્ય માર્ગોના સુધારણાના કામો સમયસર શરુ થાય, અને નિયત સમય મર્યાદામા પૂર્ણ કરવા બાબતે પ્રશ્ન રજુ કરી તેના નિકાલની દિશામા કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. આ બાબતે ત્વરિત કાર્યવાહીની તાકીદ કરતા કલેકટર એન.કે.ડામોરે જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે પ્રજાહિતના કાર્યો કરવાની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ RTI માહિતીના ત્વરિત નિકાલ માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવીમાહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત મળેલી અરજીઓના નિકાલની કાર્યવાહી અંગે સુક્ષ્મ માર્ગદર્શન આપતા કલેકટર ડામોરે આ બાબતે રેકર્ડ ઉપર ઉપલબ્ધ માહિતી નિયત સમય મર્યાદામા પૂરી પાડવા તેમજ ઉપરાંત આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓની સંભવિત તાલીમ અંગેની વિગતો સત્વરે મોકલી આપવાની સુચના આપી હતી. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓના નિકાલ બાબતે જાહેર માહિતી અધિકારીઓને ગંભીરતાપૂર્વક કાર્યવાહી હાથ ધરવા અંગે પણ તેમણે સુચના આપી હતી. તેમજ જિલ્લાની આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ વિગેરે માટે જમીનની ઉપલબ્ધતા બાબતે ચર્ચા કરતા કલેકટર ડામોરે આ બાબતે ખુબ જ ચોકસાઈ સાથે વિગતો રજુ કરવાની તાકીદ કરી હતી. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વિભાગોને ખુબ જ તકેદારી સાથે પોતાના વિભાગોની યોજનાઓ, પ્રશ્નો, ચાલી રહેલી કામગીરીની વિગતો હાથવગી રાખવાની તાકીદ કરતા કલેકટરે જિલ્લાના ગામોમા ઘન કચરાના નિકાલની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ હિમાયત કરી હતી.
કોરોનાં અંગે સાવચેતી રાખવાની અપીલ કરાઈ
કોરોના સામે સાવચેતી દાખવવા બાબતે માર્ગદર્શન આપતા કલેકટરે દરેક કચેરીઓમા ફરજીયાતપણે સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્કના ઉપયોગની બાબતો સુનિશ્ચિત કરવાની પણ આ બેઠકમા તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લાનાં વહીવટી કર્તા, અધિકારીઓ ઉપસ્થિત
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલા જિલ્લા સેવા સદનના સભાખંડમા યોજાયેલી “જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ” ની આ બેઠકમા ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, અધિક કલેકટર કે.જિ.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ, સિવિલ સર્જન ડૉ. રશ્મીકાંત કોકણી, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. બર્થા પટેલ, જિલ્લાના કાર્યપાલક ઈજનેરો સહિત જિલ્લા કક્ષાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે સંભાળી હતી.