- ડાંગ જિલ્લામાં 43 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ
- 4 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા
- જિલ્લામાં કુલ 683 કોરોના કેસ નોંધાયા
ડાંગઃ જિલ્લામાં રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીતે આપેલી માહિતી મુજબ જિલ્લામાં કોરોના (dang corona update) કુલ 683 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 540 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ (corona recovery) થયા છે. જ્યારે 26 મેંના રોજ 43 કેસો એક્ટિવ રહેવા છે. એક્ટિવ કેસો પૈકી 8 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા (Ahva Civil Hospital), 1 દર્દી કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર( community covid care center) (સેવાધામ) ખાતે, અને 34 દર્દીઓને હોમ આઇસોલેશન (Home isolation)માં રાખવામા આવ્યા છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ
જિલ્લામાં 35 કન્ટેનમેન્ટ ઝોન જ્યારે 34 બફરઝોન જાહેર
"કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 497 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 10 હજાર 887 વ્યક્તિઓના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં કુલ 35 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 127 ઘરોને આવરી લઈ 468 વ્યક્તિઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 34 બફર ઝોનમાં 216 ઘરોને સાંકળી લઈ 892 લોકોને કવોરન્ટાઈન કરવામા આવ્યા છે.
આ પણ વાંચોઃ ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક, સ્થાનિકોમાં વધ્યો કોરોનાનો ભય
જિલ્લામાં કુલ 111 સેમ્પલ કલેક્ટ કરાયાં
જિલ્લામાં ટેસ્ટિંગ (corona test)ની વિગતો જોઈએ તો 26 મેંએ જિલ્લાભરમાંથી 59 RT-PCR અને 52 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 111 સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 59 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ રહ્યા છે. જિલ્લામાં સુધી કુલ 50 હજાર 025 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી 49 હજાર 283 નેગેટીવ આવ્યા છે. કોરોનાને કારણે 26 મેં બુધવારે (corona death rate) જિલ્લામાં એક મૃત્યુ નોંધાતા ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાયા છે.