- ડાંગ જિલ્લામા 14 દર્દીઓને રજા અપાઈ
- 9 પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ કેસની સંખ્યા 612
- એક્ટિવ કેસની સંખ્યા 75
ડાંગ : જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 612 કેસો નોંધાયા છે. જે પૈકી 537 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 75 કેસ એક્ટિવ છે. ડાંગ જિલ્લામા બુધવારના રોજ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. આ સાથે હાલ રાજ્યમાં કુલ 75 કેસ એક્ટિવ છે.
આ પણ વાંચો - ડાંગમાં SBI બેંક કર્મચારીઓ દ્વારા મફત માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ
11 દર્દીઓ સિવિલ અને 5 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ
એક્ટિવ કેસ પૈકી 11 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 5 દર્દીઓ કોવિડ કેર સેન્ટર(સેવાધામ) ખાતે અને 59 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 823 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 9,856 વ્યક્તિઓના હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ થયા છે.
આ પણ વાંચો - ડાંગ જિલ્લા વેપારી એસોસિએશન દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય
જિલ્લામાં 78 કન્ટેઇનમેન્ટ જ્યારે 70 બફરઝોન
ડાંગ જિલ્લામાં કુલ 78 કન્ટેઇનમેન્ટ ઝોન નિયત કરાયા છે. જેમા 252 ઘરોને આવરી લઈ 1,103 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 70 બફર ઝોન (એક્ટિવ)માં 390 ઘરોને સાંકળી લઈ 1,600 લોકોને ક્વોરેન્ટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો બુધવારના રોજ સમગ્ર જિલ્લામાંથી 43 RT-PCR અને 125 એન્ટીજન ટેસ્ટ એમ કુલ મળીને 168 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 43 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. ડાંગ જિલ્લામા આજદિન સુધી કુલ 47,817 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 47,162 નેગેટિવ આવ્યા છે.
આ પણ વાંચો - કોરોના મહામારીને નાથવા ડાંગ પોલીસના ઉચ્ચાધિકારીઓ સ્વયં જાહેર માર્ગો પર ઊતર્યા