ડાંગ : જિલ્લાના તમામ 3 કોરોના પોઝિટિવ કેસોના રીપોર્ટ નેગેટીવ આવતા સોમવારે ડાંગ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. વિશ્વવ્યાપી કોરોનાના હાહાકાર વચ્ચે ડાંગ જિલ્લો કોરોનામુક્ત થઇ ગ્રીન ઝોનમાં પ્રવેશ થતા કલેકટર એન.કે. ડામોરે કોરોના વોરિયર્સ જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ સહિત તમામ ટીમને અભિનંદન આપ્યા હતા.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-04-covid-vis-gj10029_11052020185034_1105f_1589203234_339.jpeg)
અગાઉ પોઝિટીવ આવેલા બે દર્દીઓ ડાંગનાજ આઇસોલેશન વોર્ડમાં સાજા થઇ ગયા બાદ સોમવારે કોરોનાના ત્રીજા દર્દી પલ્લવીબેન મોહનભાઇ લાખને પણ કોરોનાને માત આપી હતી. જેથી ડાંગ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે ગ્રામ્ય કક્ષાએ લોકોએ જાગૃત બનવુ જોઇએ.
કોરોના વાઇરસની ગંભીરતા જોતા સોસિયલ ડિસ્ટન્સનો કડક અમલ થાય તે પણ જરૂરી છે. વધુમાં દરેક ગામોના સરપંચઓએ સજાગ બની પોતાના ગામમાં જિલ્લા કે રાજ્ય બહારથી આવનાર વ્યક્તિઓના નામ રજીસ્ટર બનાવી નોંધણી કરવી જોઇએ. જેથી સરકારની ગાઇડલાઇન મુજબ હોમ કવોરન્ટાઇનની સંપૂર્ણ અમલવારી કરી શકાય. ડિઝાસ્ટર મામલતદાર જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ કોવિડ-19ના પ્રારંભ થવાથી કોરોનાને લગતી જાણકારી ફોન નં.૦૨૬૩૧-૨૨૦૩૪૭ પર મળી રહેશે.