ડાંગ: જિલ્લાની ઔદ્યોગિક સંસ્થાઓમાં ફીટર, ઇલેકટ્રીશ્યન, વાયરમેન, મોટર મિકેનીક વ્હીકલ, વેલ્ડર, કોપા, સુઇગ ટેક્નોલોજી, HSI, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ વગેરે કોર્ષ ચાલુ છે. ત્યારે આ તમામ બેઠકોમાં આ વર્ષે 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓની આર્થીક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ મેળવી શકતા નથી. ત્યારે તેમને વ્યવસાયલક્ષી તાલીમ મળે તે જરૂરી છે.
હાલમાં કોરોના મહામારીનાં કારણે વિદ્યાર્થીઓ અન્ય જિલ્લાઓમાં ભણતર માટે જાય તેના કરતા પોતાના જિલ્લામાં જ અભ્યાસ કરે તે માટે ઔદ્યોગિક સંસ્થાઓની બેઠકોમાં વધારો કરવામાં આવે. જે વિદ્યાર્થીઓનું ભાવી ભવિષ્ય નક્કી કરી શકે છે. ડાંગ કલેક્ટરને અપીલ કરતા આવેદનમાં જણાવ્યુ કે, ચાલુ વર્ષે 50 ટકા બેઠકોનો ધટાડો કરવામાં આવ્યો છે. આ બેઠકોનો વધારો કરવામાં આવે અને જો અઠવાડિયામાં આ માંગણીઓનો ઉકેલ નહી આવે તો NSUIનાં વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.