- ડાંગ જિલ્લામાં 13 સેન્ટરો ઉપર આપવામાં આવી કોરોના વેક્સિન
- 10 PHC, 3 CHC અને આહવા સિવિલ હોસ્પિટલમાં યોજાયો કોરોના વેક્સિનેશન કાર્યક્રમ
- આહવા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીએ લીધી પ્રથમ વેક્સિન
ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં બીજા તબક્કામાં કુલ 13 સેન્ટરો ઉપર કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લાનાં કુલ 1000 જેટલાં આરોગ્યકર્મીઓેને વેક્સિન આપવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાની 10 PHC, 3 CHC અને આહવા હોસ્પિટલ ખાતે દરેક આરોગ્યકર્મીઓને હાજર રહેવાનાં સૂચનો કરવામાં આવ્યાં હતાં.
13 સેન્ટરો ઉપર વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
ડાંગ જિલ્લામાં કોરોનાં વાઈરસથી બચવા કોરોના વેક્સિન માટે પ્રથમ તબક્કામાં કુલ 2200 લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધી 980 કોરોના વોરિયર્સ દ્વારા વેક્સિન લેવામાં આવી છે. જિલ્લાનાં 13 સેન્ટરો ઉપર વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 1000 આરોગ્યકર્મી દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારીએ વેક્સિન લેવા પ્રજાને કર્યો અનુરોધ
આહવા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહે પ્રથમ કોરોના વેક્સિન લીધી હતી. ડૉ.સંજય શાહે જણાવ્યું હતું કે, તેમણે વેક્સિન લીધા બાદ કોઈપણ આડઅસર જણાઈ નથી. તેમજ દરેક લોકોને વેક્સિન લેવાનો અનુરોધ કર્યો હતો.
સુબિર તાલુકામાં આંગણવાડી બહેનોને વેક્સિનની આડઅસર
ડાંગ જિલ્લામાં પ્રથમ તબક્કા દરમિયાન સુબિર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેદ્ર ઉપર આંગણવાડી બહેનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જે બાદ આ બહેનોમાં તાવ અને માથામાં દુઃખાવાના લક્ષણો જણાયા હતાં. જે બાદ તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. વેક્સિનની આડ અસર અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહે જણાવ્યું હતું કે, કોઈપણ રસીની માઈલ્ડ ટુ મોટરેટ આડ અસર રહેતી હોય છે. જેની શકયતા એકાદ બે વ્યક્તિને હોય છે. આંગણવાડી બહેનોને આડ અસર જણાઈ હતી તે બહેનોને જગ્યા સ્થળે સારવાર આપવામાં આવી હતી. જે લોકોની હાલત હવે સારી છે. જિલ્લામાં કોઈપણ આરોગ્ય કર્મીઓને વેક્સિનની ગંભીર પ્રકારની આડ અસર થઈ નથી.