ETV Bharat / state

આહવા ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા લેખિતમાં ફરિયાદ - corruption in the works of Ahva Gram Panchayat

ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોની ફરિયાદ બાદ ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હરીશ બચ્છાવે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ રજૂ કરી હતી. લેખિત ફરિયાદમાં આહવા ગ્રામ પંચાયતમાંના કામોમાં ભ્રષ્ટાચાર આચારનારની સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.

dang
dang
author img

By

Published : Jan 4, 2020, 12:29 PM IST

ડાંગ જિલ્લાના મુખ્યાલય આહવા ગ્રામ પંચાયતના કામોમાં ગેરરીતિઓ થયા હોવાની ફરિયાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હરીશ બચ્છાવે જિલ્લા વિકાસ અધિકારીને કરી છે. લેખિત ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, આહવા ગ્રામ પંચાયતે ગામના જુદા-જુદા વિસ્તારોમાં જુદી-જુદી જગ્યાએ લોકોને પાણીની સમસ્યા દૂર થાય તે માટે મીની પાઇપ લાઇન યોજનાઓ કરવામાં આવી હતી.

તેમજ આ અંગે ગ્રામ પંચાયત આહવાના સરપંચ તેમજ સભ્યને લાગતા વળગતા લોકોએ ગામની મીની પાઇપ લાઇનની સાધન સામગ્રી જેવી કે, મોટર, પાણીની ટાંકી અને પાઇપ ગ્રામ પંચાયત આહવા દ્વારા ગુમ કરી દેવામાં આવેલ છે. તેમજ અગાઉ પણ ગ્રામ પંચાયત વિશે ઘણી ફરિયાદો જોવા મળી હતી. આહવા ગ્રામ પંચાયત દ્વારા કચરા પેટીની ખરીદી તેમજ લાઇટની ખરીદી વગેરેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું.

આહવા ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા લેખિતમાં ફરિયાદ

ડાંગ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હરીશ બચ્છાવે આ બાબતે જણાવ્યું હતું કે, આહવા ગ્રામ પંચાયતની ફરિયાદો બાબતે TDO દ્વારા કંઈ ધ્યાન આપવામાં આવતું નહોતું. અવારનવાર ફરિયાદો આવતા તેઓએ જાતે મુલાકાત લીધી હતી. જેમાં મીની પાઇપ લાઈનોના કામો કરેલા, તે મીની પાઇપ લાઇન ખુબજ જર્જરિત હાલતમાં અને અર્ધ તૂટેલી હાલતમાં જોવા મળેલા અને તેનો અડધો સામાન પણ ગૂમ જોવા મળ્યો હતો. જે બાબતે આહવા ગ્રામ પંચાયતના સરપંચ કે કોઈ અધિકારી જવાબદારી લેવાં માટે તૈયાર નથી માટે રાજ્ય સરકારના ગ્રામ વિકાસ કમિશ્નરને અરજી કરી છે.

આહવા નગરના મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ગ્રામજનોને જે સુવિધાઓ આપવી જોઈએ તે આપવામાં આવી નથી. પ્રજાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. આ ઉપરાંત ઘણાં કામોમાં ગેરરીતી થયાની ફરિયાદો મળતાં ડાંગ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા લેખિતમાં ફરિયાદ રજૂ કરી તપાસની માંગ કરવામાં આવી છે.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોની ફરિયાદ બાદ ડાંગ જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ હરીશ બચ્છાવે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને લેખિત ફરિયાદ રજૂ કરી હતી. લેખિત ફરિયાદમાં આહવા ગ્રામ પંચાયતમાંના કામોમાં ભ્રષ્ટાચાર આચારનારની સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

Body:ડાંગ જિલ્લાના મુખ્યાલય આહવા ગ્રામ પંચાયતના કામોમાં ગેરરીતિઓ થયા હોવાની ફરિયાદ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ હરીશ બચ્છાવે જિલ્લા વિકાસ અધિકારીને કરી છે. લેખિત ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે આહવા ગ્રામ પંચાયતે ગામના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ લોકોને પાણી ની સમસ્યા દૂર થાય તે માટે મીની પાઇપ લાઇન યોજનાઓ કરવામાં આવેલી પરંતુ ગ્રામ પંચાયત આહવાના સરપંચ તેમજ સભ્યને લાગતાં વળગતા લોકોએ ગામની મીની પાઇપ લાઇનની સાધન સામગ્રી જેવી કે મોટર પાણીની ટાંકી પાઇપ ગ્રામ પંચાયત આહવા દ્વારા ગુમ કરી દેવામાં આવેલ છે. તેમજ અગાઉ પણ ગ્રામ પંચાયત વિશે ઘણી ફરિયાદો જોવા મળેલ હતી. આહવા ગ્રામ પંચાયત દ્વારા કચરા પેટીની ખરીદી તેમજ લાઇટની ખરીદી વગેરેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ હરીશ બચ્છાવે આ બાબતે જણાવ્યું હતું કે આહવા ગ્રામ પંચાયતની ફરિયાદો બાબતે ટીડીઓ દ્વારા કાંઈ ધ્યાન આપવામાં આવતું હતું નહીં. અવારનવાર ફરિયાદો આવતાં મેં જાતે મુલાકાત લીધી જેમાં મીની પાઇપ લાઈનોના કામો કરેલા, તે મીની પાઇપ લાઇન ખુબજ જર્જરિત હાલતમાં અને અર્ધ તૂટેલી હાલતમાં જોવા મળેલ અને તેનો અડધો સામાન પણ ગમ જોવા મળ્યો હતો. જે બાબતે આહવા ગ્રામ પંચાયતના સરપંચ કે કોઈ અધિકારી જવાબદારી લેવાં માટે તૈયાર નથી માટે રાજ્ય સરકારના ગ્રામ વિકાસ કમિશનરને અરજી કરેલ છે.

Conclusion:આહવા નગરના મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળેલ છે. જેમાં એલઇડી લાઈટ, બાંકડા વગેરે ફક્ત લાગતાં વલગતાં લોકોના ત્યાંજ મુકવામાં આવ્યા છે. ગ્રામજનોને જે સુવિધાઓ આપવી જોઈએ તે આપવામાં આવી નથી. પ્રજાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. આ ઉપરાંત ઘણાં કામોમાં ગેરરીતી થયાની ફરિયાદો મળતાં ડાંગ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા લેખિતમાં ફરિયાદ રજૂ કરી તપાસની માંગ કરવામાં આવી છે.

બાઈટ : હરીશ બચ્છાવ ( ડાંગ જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.