ETV Bharat / state

આહવા ખાતે ‛બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃદ્ધિ’ સેમીનાર યોજાયો - dang news

ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બુધવારે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના અધ્યક્ષ સ્થાને આહવા અને સુબીર પ્રાથમિક શાળાના 300 જેટલા આચાર્યની ઉપસ્થિતિમાં સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત ‛બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃદ્ધિ’ વિષયે સેમીનાર યોજાયો હતો.

આહવા ખાતે ‛બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃદ્ધિ’ સેમીનાર યોજાયો

author img

By

Published : Jan 8, 2020, 6:37 PM IST

બાળ અધિકાર અને બાળકોને ન્યાય આપવાનું કામ બાળ સુરક્ષા એકમની સાથે શિક્ષણ વિભાગનું પણ છે એમ જિલ્લા શિક્ષણાધિકારી અને ઈ.ચા.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું. પ્રાથમિક શાળાના આચાર્યને સંબોધતા શિક્ષણાધિકારી ભુસારાએ વધુમાં કહ્યું હતું કે, શિક્ષણ ખૂબ જ મોટું ક્ષેત્ર છે. આપણે સિમિત ન બનીએ. બાળકોના અધિકારની બાબતોના પાયામાં શાળા, આચાર્ય, શિક્ષકો તેમજ SMC પણ આવે છે.

આહવા ખાતે ‛બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃદ્ધિ’ સેમીનાર યોજાયો
આહવા ખાતે ‛બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃદ્ધિ’ સેમીનાર યોજાયો

શિક્ષણના વિકાસની સાથે-સાથે ગ્રાસરૂટ લેવલથી કોમ્યુનિકેશનના માધ્યમથી બાળક કેવા પ્રકારના અપરાધ કરે છે ? શા માટે કરે છે ? એ આપણે જોવાનું છે. કુમળી વયના બાળકો ગુનો ન કરે તેનું ધ્યાન રાખવાનું છે. બંધારણની જોગવાઈમાં બાળકને જીવવાનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, વિકાસનો અધિકાર પ્રાપ્ત થયેલો છે.

હાલમાં યોજનાકીય તમામ બાબતો ઓનલાઈન ડેટા કરવાના હોવાથી શિક્ષણ જગતમાં પણ હાજરીનું મહત્વ દર્શાવતા ભુસારાએ ડાંગ જિલ્લામાં ખરાબ નેટવર્ક હોવા છતાં શાળામાં શિક્ષકો, બાળકોની 95 ટકા હાજરીને ગૌરવરૂપ ગણાવી અભિનંદન આપ્યા હતા. તમામ સી.આર.સી.ઓને નિયમિતતા જાળવવા તાકીદ કરી હતી અને ભાવનાત્મક વલણ અપનાવીને કામગીરી કરવા સૂચન કર્યું હતું.

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યું હતું કે, બાળ સુરક્ષા બાળકો સાથે કામ કરવાનું આવે છે ત્યારે બાળકો માટે જે કાયદા ધડવામાં આવ્યા છે. તે માત્ર કાગળ ઉપર ન રહી જાય તે માટે ઉપસ્થિત આચાર્યને ટકોર કરી હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ એમ.જોષીએ મહાનુભાવોના સ્વાગત પ્રવચન કરી સંકલિત બાળ સુરક્ષા યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. બિન સંસ્થાકીય સંભાળ અધિકારી નિકોલસ વણકરે યોજનાને લગતી જાણકારી દસ્તાવેજી ફિલ્મ દ્વારા પુરી પાડી હતી. લીગલ કમ પ્રોબેશન ઓફિસર ભૂપેન્દ્ર ધૂમ દ્વારા પોકસો એક્ટની જાણકારી આપવામાં આવી હતી. ચાઈલ્ડ હેલ્પ લાઈન અંગે કો.ઓર્ડિ.સાગર મિસ્ત્રીએ જાણકારી આપી હતી.બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની જાણકારી જયરામભાઈ ગાવિતે આપી હતી.

આ સેમીનારમાં આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ ઠાકરે, સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રમેશભાઈ સહિત આહવા અને સુબીર તાલુકાના આચાર્યો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેવીડભાઈ વણકરે કર્યું હતું.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા, (ડાંગ દરબાર હોલ) ખાતે આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા ના અધ્યક્ષ સ્થાને આહવા અને સુબીર પ્રાથમિક શાળાના ૩૦૦ જેટલા આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત ‛ બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃધ્ધિ’ વિષયે સેમીનાર યોજાયો હતો.Body:બાળ અધિકાર અને બાળકોને ન્યાય આપવાનું કામ બાળ સુરક્ષા એકમની સાથે શિક્ષણ વિભાગનું પણ છે એમ જિલ્લા શિક્ષણાધિકારી અને ઈ.ચા.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારાએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું. પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને સંબોધતા શિક્ષણાધિકારી શ્રી ભુસારાએ વધુમાં કહયું હતું કે શિક્ષણ ખૂબ જ મોટુ ક્ષેત્ર છે. આપણે સિમિત ન બનીએ. બાળકોના અધિકારની બાબતોના પાયામાં શાળા, આચાર્ય,શિક્ષકો તેમજ એસ.એમ.સી.પણ આવે છે. શિક્ષણના વિકાસની સાથે સાથે ગ્રાસરૂટ લેવલથી કોમ્યુનિકેશન ના માધ્યમથી બાળક કેવા પ્રકારના અપરાધ કરે છે? શા માટે કરે છે ? એ આપણે જોવાનું છે. કુમળી વયના બાળકો ગુનો ન કરે તેનું ધ્યાન રાખવાનું છે. બંધારણની જોગવાઈમાં બાળકને જીવવાનો અધિકાર,સુરક્ષાનો અધિકાર,વિકાસનો અધિકાર પ્રાપ્ત થયેલો છે.
હાલમાં યોજનાકીય તમામ બાબતો ઓનલાઈન ડેટા કરવાના હોવાથી શિક્ષણજગતમાં પણ હાજરીનું મહત્વ દર્શાવતા ભુસારાએ ડાંગ જિલ્લામાં ખરાબ નેટવર્ક હોવા છતા શાળામાં શિક્ષકો,બાળકોની ૯૫ ટકા હાજરીને ગૌરવરૂપ ગણાવી અભિનંદન આપ્યા હતા. તમામ સી.આર.સી.ઓને નિયમિતતા જાળવવા તાકીદ કરી હતી અને ભાવનાત્મક વલણ અપનાવીને કામગીરી કરવા સૂચન કર્યું હતું.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યું હતું કે બાળ સુરક્ષા બાળકો સાથે કામ કરવાનું આવે છે ત્યારે બાળકો માટે જે કાયદા ધડવામાં આવ્યા છે તે માત્ર કાગળ ઉપર ન રહી જાય તે માટે ઉપસ્થિત આચાર્યોને ટકોર કરી હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચિરાગ એમ.જોષીએ મહાનુભાવોના સ્વાગત પ્રવચન કરી સંકલિત બાળ સુરક્ષા યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. બિન સંસ્થાકીય સંભાળ અધિકારીશ્રી નિકોલસ વણકરે યોજનાને લગતી જાણકારી દસ્તાવેજી ફિલ્મ દ્વારા પુરી પાડી હતી. લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી ભૂપેન્દ્ર ધૂમ દ્વારા પોકસો એક્ટની જાણકારી આપવામાં આવી હતી. ચાઈલ્ડ હેલ્પ લાઈન અંગે કો.ઓર્ડિ.સાગર મિસ્ત્રીએ જાણકારી આપી હતી.બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની જાણકારી જયરામભાઈ ગાવિતે આપી હતી.
Conclusion:આ સેમીનારમાં આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ ઠાકરે,સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રમેશભાઈ સહિત આહવા અને સુબીર તાલુકાના આચાર્યો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેવીડભાઈ વણકરે કર્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.