ETV Bharat / state

સાપુતારા ઘાટ માર્ગમાં બે ટ્રકની બ્રેક ફેલ, ગંભીર અકસ્માત

ડાંગના સાપુતારા ઘાટમાર્ગમાં બે ટ્રકની બ્રેક ફેલ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રકનાં ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

ડાંગ
ડાંગ
author img

By

Published : Jul 2, 2020, 5:37 PM IST

ડાંગ: જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં બે ટ્રકનાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા એક ટ્રક પલટી મારી ગયો હતો. જ્યારે બીજો ટ્રક સંરક્ષણ દીવાલ સાથે અથડાઇને થંભી જતા ગંભીર અકસ્માત સર્જાયા હતા. આ બનાવમાં ટ્રકનાં ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.

ડાંગ
ટ્રકનાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા એક ટ્રક પલટી મારી ગયો

મળતી માહિતી મુજબ બુધવારે રાત્રીનાં અરસામાં બેંગ્લોરથી રાજસ્થાન તરફ જઈ રહેલો ટ્રક નંબર આર.જે.30 જી.એ.3824 જેનો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્નમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા આ ટ્રક બેકાબુ બની માર્ગનાં સાઈડ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં ટ્રકનો ચાલક શંભુ અકલિંગ શિંગ (ઉ.52-) જે ચિત્તોડગઢ, રાજસ્થાનનો રહેવાસી છે, તેે ટ્રકની કેબિનમાં ફસાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં ભારે જહમેત બાદ જેસીબીની મદદથી ટ્રકની કેબિનને ખસેડી ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.

અહીં ચાલકનાં બન્ને પગમાં ફેક્ચર થવાની સાથે ગંભીર ઇજાઓ પહોંચતા તેને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફત શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં આ ચાલકની હાલત નાજુક જણાતા આહવા સિવિલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યારે આ જ ટ્રકમાં સવાર અન્ય ચાર ઇસમોને નાની મોટી ઇજાઓ થતા તમામને શામગહાન ખાતે સારવાર અપાઈ હતી.

આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે બીજા બનાવમાં નાશિકથી અમદાવાદ પતરાનો જથ્થો ભરી જઈ રહેલો ટ્રક નંબર યુ.પી.18.ડી.ટી.5221 જેની પણ માલેગામ ઘાટમાર્ગમાં બ્રેક ફેઈલ થતા આ ટ્રક માર્ગની સાઈડનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને થંભી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં ચાલક નીતિન જાદવ તથા ક્લીનર બબલુ શિંધેને નાની મોટી ઇજાઓ પહોંચવાની સાથે તેઓનો બચાવ થયો હતો. સિમેન્ટનાં પતરા ભરેલા ટ્રકનાં બોનેટને જંગી નુકસાન થયુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.