ETV Bharat / state

ડાંગ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સક્રિય, બૂથ લેવલે બેઠકો શરૂ - ડાંગ પેટા ચૂંટણી

ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે બૂથ લેવલે બેઠકોનો દોર શરૂ થયો છે. રવિવારના રોજ બરડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોગ્રેસનાં આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.

ડાંગ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સક્રિય, બૂથ લેવલે બેઠકો શરૂ

author img

By

Published : Aug 30, 2020, 10:18 AM IST

ડાંગઃ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે બૂથ લેવલે બેઠકોનો દોર શરૂ થયો છે. રવિવારના રોજ બરડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોગ્રેસનાં આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. બૂથ લેવલની મીટિંગનાં પહેલા જ દિવસે ડાંગ-બરડા જિલ્લા પંચાયતનાં કોગ્રેસી જિલ્લા સદસ્ય ભાજપામાં જોડાતા રાજકરણમાં ગરમાટો આવ્યો હતો.

ડાંગમાં પેટા ચૂંટણી સંદર્ભે ભાજપા કોંગ્રેસની બુથ લેવલે બેઠકો શરૂ થઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની ચર્ચાએ જોરે પકડ્યું છે, ત્યારે પેટા ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે ડાંગ જિલ્લામાં ભાજપ અને કોગ્રેંસ પાર્ટી દ્વારા મીટિંગો યોજવાનું શરૂ થઇ ગયુ છે.

173 વિધાનસભા ડાંગની સીટ હાંસલ કરવા માટે બંને પાર્ટીઓનાં આગેવાનો દ્વારા સૌ પ્રથમવાર બેઠકો શરૂ કરાઇ છે. જે બૂથ લેવલની બેઠકોમાં ક્યા ઉમેદવાર પર કળશ ઢોળવો તેની પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં બન્ને પાર્ટીમાંથી કોઇ ચહેરો સામે આવ્યો નથી. હાલમાં બન્ને પાર્ટી પોતોના ઉમેદવાર બાબતે અસમંજસ સ્થિતિમાં જોવા મળી રહી છે. તેમ છતાં પોતોના દાવેદારને વિજેતા બનાવવા માટે બન્ને પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

આજથી ડાંગ જિલ્લામાં દરેક જિલ્લા પંચાયત સિટનાં બેઠકો પર બૂથ લેવલે મીટિંગો શરૂ કરી દેવામાં આવી છે. કોગ્રેસ પક્ષ દ્વારા બરડા જિલ્લા પંચાયતનાં માનમોડી ખાતે કોંગ્રસી આગેવાન સુર્યકાંત ગાવિત તથા સ્થાનિક આગેવાન મહેન્દ્રભાઇની આગેવાનીમાં કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી હતી. જ્યારે ભાજપા પાર્ટી દ્વારા પણ બરડા જિલ્લા પંચાયતનાં માંળુગા, નડગચોંડ તથા દગડીઆંબા જિલ્લા પંચાયતનાં ગામડાઓનાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી.

ભાજપ પક્ષની સુરતનાં ધારાસભ્ય પુર્ણેશભાઇ મોદી અને વધઇ તાલુકા પ્રધાન કિશોરભાઇની આગેવાનીમાં બેઠકો યોજવામાં આવી હતી. આજ રોજ બરડા જિલ્લા પંચાયતનાં કોંગ્રેસી જિલ્લા સદસ્ય લાલભાઇ ગાવિત ભાજપા પાર્ટીમાં જોડાઈ જઈ કેસરીયો ધારણ કરતા ડાંગનું રાજકારણ ગરમાયુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાનાં માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિતનાં રાજીનામા બાદ કોંગ્રસ પક્ષમાં આગેવાનીમાં તૂટ જોવા મળી રહી છે. જિલ્લા કોંગ્રસનાં નેતાઓમાં આત્મ વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમ છતાં કોંગ્રસ પક્ષ નિરાશ થયા વગર લડી લેવાના મુડમાં જણાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.