ETV Bharat / state

ડાંગમાં તમામ બેઠકો જીતવાનો ભાજપનો દાવો, કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ - elections news in gujarat

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સીધી ટક્કર યોજાશે. કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી બાદ કોંગ્રેસની હાલત કથળી ગઈ છે. જેનાં કારણે ભાજપ ગેલમાં આવીને જિલ્લાની અને તાલુકા પંચાયતની તમામ બેઠકો જીતવા માટે દાવો કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માટે આ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેની લડત રહેશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડાંગમાં ભાજપે તમામ બેઠકો જીતવાનો દાવો

author img

By

Published : Feb 17, 2021, 4:44 PM IST

  • ડાંગમાં જિલ્લા પંચાયતની કુલ 18 સીટો પર 79 ઉમેદવારો મેદાનમાં
  • આહવા, વઘઇ અને સુબિર તાલુકાની 48 બેઠકો પર 199 ઉમેદવાર
  • કોંગ્રેસ અને ભાજપે 80 ટકા નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા

ડાંગ: ડાંગમાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો આવેલી છે. જ્યારે આહવા, વઘઇ અને સુબિર તાલુકા પંચાયતની કુલ 48 બેઠકો આવેલી છે. 9 સપ્ટેમ્બર 2013માં વઘઇ, અને સુબિર તાલુકાઓનું નિર્માણ થયું હતું. જેમાં ડાંગ જિલ્લાની 70 પંચાયતો પૈકી આહવામાં 27 ગ્રામ પંચાયતનાં 123 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વઘઇ તાલુકામાં 23 ગ્રામ પંચાયતનાં 96 ગામ જ્યારે સુબિર તાલુકા 20 ગ્રામ પંચાયતનાં 92 ગામો મળીને કુલ 311 ગામોને અલગ અલગ તાલુકાઓમાં વહેંચી દેવામાં આવ્યાં હતાં.

વર્ષોથી ડાંગ જિલ્લા પંચાયત કોંગ્રેસનાં હસ્તક

ડાંગ જિલ્લામાં વર્ષો સુધી જિલ્લા પંચાયત કોંગ્રેસ હસ્તક રહી હતી. અહીં ફક્ત આહવા તાલુકો હતો. પરંતુ 2013 બાદ અન્ય તાલુકાઓની રચના કરવામાં આવી હતી. જેમાં વઘઇ તાલુકો કોંગ્રેસનો ગઢ રહ્યો હતો. જ્યારે આહવા અને સુબિર તાલુકા ભાજપ હસ્તક હતા. જિલ્લા પંચાયતમાં છેલ્લાં 10 વર્ષથી ભાજપ સત્તામાં છે. 2010 પહેલા ડાંગ જિલ્લા પંચાયત વર્ષો સુધી કોંગ્રેસ હસ્તક રહી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડાંગમાં ભાજપે તમામ બેઠકો જીતવાનો દાવો
ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસને સરખી સીટોડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની બેઠકોની વાત કરીએ તો ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો છે. ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં ફાળે 9 બેઠકો જ્યારે ભાજપાનાં ફાળે 9 બેઠકો હાથ લાગી હતી. પરંતુ ભાજપા પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવતા બંને પક્ષોને અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતનાં પ્રમુખ પદ સહિત વિવિધ પદો ઉપર શાસન સંભાળ્યુ હતું.ગત અઢી વર્ષની ટર્મ ભાજપ કોંગ્રેસ બંન્નેએ સાથે સંભાળી હતીગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અઢી વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયતનાં પ્રમુખપદ માટે ભાજપનાં જ સદસ્ય દ્વારા બળવો કરી કોંગ્રેસ સાથે હાથ મિલાવતા આખરે ડાંગ જિલ્લા પંચાયતનની અઢી વર્ષની ટર્મ માટે બીબીબેન રમેશભાઈ ચૌધરીની પ્રમુખ પદ માટે વરણી કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ પદ સહિત વિવિધ સમિતિઓ કોંગ્રેસનાં ફાળે આવતા ડાંગ જિલ્લા પંચાયત ભાજપ અને કોંગ્રેસ દ્વારા સંભાળવામાં આવી હતી.ડાંગમાં કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈહાલમાં ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના વિજય પટેલે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ સાથે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓમાં મંગળ ગાવીત, ચંદર ગાવીત, બાબુભાઇ બાગુલ સહિત અન્ય નેતાઓ હાલમાં જ કોંગ્રેસને રામ રામ કરી કેસરિયો ધારણ કરી લીધો છે. જેનાં પગલે ડાંગ કોંગ્રેસમાં હાલનાં તબક્કે કોઈ કદાવર નેતા ન રહેતા ડાંગ કોંગ્રેસ પાર્ટી પોતાનાં અસ્તિત્વને બચાવવા માટે ઝઝૂમી રહી છે. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસ પક્ષનાં 2 ઉમેદવારોએ ફોર્મ પરત લેતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતાં. હવે કોંગ્રેસ અન્ય બેઠકો ઉપર શું કરે છે? એ જોવું રહ્યું છે. ભાજપ હવે ભારતીય જનતા પાર્ટી નહી, પરંતુ ભારતીય કોંગ્રેસ પાર્ટી બની ગઈ છેઃ ડાંગ કોંગ્રેસનાં માજી પ્રમુખકોંગ્રેસના તમામ ખમતીધર નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં ડાંગ જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા ધાક ધમકીઓ આપવાનાં કારણે કોંગ્રેસનાં નેતાઓ ભાજપમાં જોડાયાં છે. ભાજપને પોતાના દમ ઉપર ચૂંટણી લડવી મુશ્કેલ છે જેના કારણે ભાજપ પક્ષે કોંગ્રેસનાં ઉમેદવારોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. જેના કારણે હવે ભાજપ પક્ષ એ ભારતીય જનતા પાર્ટી નહિ પરંતુ ભારતીય કોંગ્રેસ પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ મુક્ત ભારત ની પહેલ ડાંગ જિલ્લાથી શરૂ કરવામાં આવશેઃ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખડાંગ જિલ્લા ભાજપનાં પ્રમુખ દશરથભાઈ પવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી. જેની શરૂઆત ડાંગ જિલ્લામાંથી કરવામાં આવી છે. ડાંગ કોંગ્રેસનાં તમામ નેતાઓ ભાજપ પક્ષમાં જોડાઈ ગયાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોય તો જિલ્લા લેવલે પણ ભાજપ સરકાર હોય તે જરૂરી છે. ડાંગમાં ભાજપનું સંગઠન મજબૂત હોવાનાં કારણે તમામ બેઠકો ભાજપ જ જીતશે, તેવો પાર્ટી પ્રમુખે દાવો કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.