ETV Bharat / state

ડાંગના વિકાસ માટે રાજીનામું આપ્યું છે: મંગળ ગાવિત - ગુજરાત કોંગ્રેસ

ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત સોમવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ગાંધીનગરથી પોતાના ઘરે આવ્યાં છે. કાર્યકરોનાં વિરોધને લીધે ડાંગના ભૂતપુર્વ ધારાસભ્ય મંગળભાઈને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

Etv Bharat, Gujarati News, Mangal Gavit
ડાંગના વિકાસ માટે રાજીનામું આપ્યું છે
author img

By

Published : Mar 17, 2020, 5:38 PM IST

આહવાઃ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત સોમવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ગાંધીનગરથી પોતાના ઘરે આવ્યાં છે. કાર્યકરોનાં વિરોધને લીધે ડાંગના ભૂતપુર્વ ધારાસભ્ય મંગળભાઈને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

ડાંગના વિકાસ માટે રાજીનામું આપ્યું છે

ડાંગ જિલ્લાના ભૂતપુર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ડાંગમાં પ્રજાલક્ષી કામો ન થવાને કારણે મેં રાજીનામું આપ્યું છે. ડાંગના વિકાસના કામોમાં પાકા રસ્તાઓને રિસર્ફેજ કરવા માટેની મેં દરખાસ્ત કરી હતી. તેમજ મોટા પુલો બાંધવા માટે મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી હતી. વાંગણ, સુપદહાડ અને કુંમારબંધ ગામે ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં આ ગામો સંપર્ક વિહોણા બને છે અને લોકોની અવરજવર અટકે છે. જેથી પ્રજાનો વિકાસ રૂંધાય છે. આ પ્રશ્ન બાબતે પ્રભારી મંત્રી અને સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાંય તેમને મંજૂર કરવામાં આવ્યા નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં પૈસાની લાલચમાં રાજીનામું આપ્યું નથી, મારા ભૂતકાળ અંગે તમામ લોકો જાણે છે. ગત રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ વખતે રૂપિયા 15 કરોડ અને લોકસભાની ચૂંટણી વખતે રૂપિયા 50 કરોડ ઓફર થયાં હોવા છતાંય પ્રજા જોડે દગો કર્યો નથી. પ્રજાની સેવા કરવા માટે હું હર હંમેશ તૈયાર છું. કાર્યકરો દ્વારા જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં આવન-જાવન પ્રક્રિયાથી તંગ થઈને મારે આ નિર્ણય લેવો પડ્યો છે.

આગળની રણનીતિ અંગે મંગળભાઈએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી અલગ નથી. જો ફરીવાર ટિકિટ આપવામાં આવે તો ચૂંટણી લડવા તૈયાર છું, નહીં તો અપક્ષમાંથી પણ ચૂંટણી લડીને જીતી શકવાની ક્ષમતા ધરાવું છું અને જો બીજેપી ટિકિટ આપે તો પણ પ્રજાના હિત માટે લડવા તૈયાર છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.