મનુષ્યને માનસિક તણાવમાંથી બહાર લાવી તેઓ શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકે, ધરગૃહસ્થી અને સામાજીક જવાબદારીઓ સાથે પણ જીવનનો સઘળો આનંદ લઈ શકે તે હેતુથી બ્રહ્માકુમારી દ્વારા અલવિદા તનાવ શિબીરનું આયોજન કરવામાં આવશે. આ આયોજન આહવાના ર્ડા. આંબેડકર ભવજ ખાતે આગામી ૧૩,૧૪, અને ૧૫ ડિસેમ્બરે સાંજે ૮-૦૦થી ૯-૦૦ દરમિયાન યોજાશે.
આ શિબીરમાં રાજયોગીની બી.કે.પારૂલ દીદી તથા નવસારીના રાજયોગીની બી.કે. ગીતા દીદી તથા આહવા સેવા કેન્દ્રનાબી.કે. ઇના દીદી સાપુતારાના બી.કે.મધુ દીદી વિગેરે તનાવ મુક્ત જીવનશૈલી અંગે ઇશ્વરીય જ્ઞાન અને માર્ગદર્શન પુરૂ પાડશે. શિબીરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ડાંગના નિવાસી અધિક કલેકટર શ્રીટી.કે.ડામોર,સામાજીક કાર્યકરશ્રી બાબુરાવ ચૌર્યા,વેપારી મહાજન શ્રી રતિલાલ સાવંત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહશે.