ETV Bharat / state

સુબીર CHC કથિત છેડતી પ્રકરણ: CHC અધિક્ષકે નોંધાવી યુવતી સામે ફરિયાદ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં CHCમાં થયેલા કથિત છેડતી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. CHC અધિક્ષક ડૉ. સુરેશભાઈ પવારે સુબીર મમતા ઘર કેર ટેકર યુવતી અને તેનો મંગેતર સામે સરકારી દવાખાનામાંથી દવાઓ ચોરી મેડિકલ સ્ટોરમાં વહેચતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

સુબીર CHC કથિત છેડતી પ્રકરણ
સુબીર CHC કથિત છેડતી પ્રકરણ
author img

By

Published : May 22, 2020, 1:00 PM IST

ડાંગ: જિલ્લાના સુબીર તાલુકાનાં CHC(કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર)માં કથિત છેડતી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. CHCનાં અધિક્ષક ડૉ. સુરેશભાઈ પવારે સુબીર મમતા ઘર કેર ટેકર યુવતી અને તેનો મંગેતર સામે સરકારી દવાખાનામાંથી દવાઓ ચોરી મેડિકલ સ્ટોરમાં વહેચતા હોવાનો ગંભીર આક્ષેપ સાથે સુબીર પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મમતા ઘરની કેર ટેકર યુવતીએ અધિક્ષક ડૉક્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ડૉક્ટર દ્વારા પણ યુવતી અને તેના મંગેતર સામે કરાર રિન્યુ ન કરતા બ્લેકમેલ અને સરકારી દવાઓ સગેવગે કરતા હોવાની ફરિયાદ સાથે અરજી કરવામાં આવી છે.

સુબીર CHCનાં ડૉ. સુરેશ ભાઈ પવારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, યુવતીનો મંગેતર સુબીર ખાતે ધારા-ધોરણ વિના જ મેડિકલ સ્ટોર ચલાવી આદિવાસીઓનાં સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યો છે. આ ઉપરાંત મમતા ઘરની કેર ટેકર યુવતી દ્વારા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતું પૌષ્ટિક ખોરાકનાં ખોટા ખોટા બિલો રજૂ કરી કૌભાંડ આચરાયું હોવાની ચોંકાવનારી વિગતો ફરિયાદ અરજીમાં કરવામાં આવતા મામલો ગરમાયો છે. ત્યારે આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો CHCમાં ચાલતો કાળો કારોબાર બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

આ સંદર્ભે સુબીર પોલીસ મથકનાં PSI બી. આર. રબારીને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે, સુબીર CHCનાં ડૉ. સુરેશભાઈ પવારે કથિત યુવતી અને તેના મંગેતર સામે બ્લેક મેલ અને સરકારી દવાઓ, ખોટા બિલો, વાઉચર બનાવી નાણાનો ગેરવહીવટ કરતા હોવાની પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.