ડાંગ: પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે મહારાષ્ટ્રનાં પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી આનંદ તરફ જઈ રહેલો ટ્રક નંબર એચ.આર.55.આર.9502 તેમજ સુરત તરફથી પુને તરફ જઈ રહેલો માલવાહક ટ્રક નંબર એચ. આર.74.એ.6891 બન્નેમાંથી એક ટ્રકનું સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામ નજીકનાં વળાંકમાં ટાયર ફાટી ગયું હતું.
તે દરમિયાન ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા સામેથી આવી રહેલા અન્ય માલવાહક ટ્રક જોડે અથડાયો હતો અને અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માતમાં એક ટ્રકનાં બોનેટનાં ભાગે નુકસાન થયુ હતુ. જ્યારે બન્ને ટ્રકનાં ચાલકોને કોઇ પણ ઇજાઓ પહોંચી હતી નહી.