ETV Bharat / state

ડાંગમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ગંભીર અકસ્માત સર્જાયા

ડાંગ જિલ્લાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ મોટરસાઇકલ સામ સામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયા હતા. જોકે, આ જુદા જુદા સ્થળે થયેલા અકસ્માત બાબતે ઇજાગ્રસ્તોએ પોલીસ ફરીયાદ કરવાનું ટાળ્યુ હતુ.

dang
ડાંગમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ગંભીર અકસ્માત સર્જાયા
author img

By

Published : Oct 8, 2020, 7:31 AM IST

ડાંગ :જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળોએ મોટરસાઇકલ સવારો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયા હતા. આ જુદા જુદા સ્થળે થયેલા અકસ્માત બાબતે ઇજાગ્રસ્તોએ પોલીસ ફરીયાદ કરવાનું ટાળ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર ગલકુંડ ગામમાં ચાઈનીઝની દુકાન ચલાવતા રાજેશભાઈ સીતારામભાઈ ભોય અને તેની પત્ની મીનાબેન સાંજે દુકાન બંધ કર્યા બાદ તેમના ગામ બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન વકારિયા ફાટક પાસે સામેથી અજાણ્યા મોટરસાયકલ સવારે તેઓને અડફેટમાં લેતા સ્થળ ઉપર મોટર સાઇકલ ચાલક રાજેશભાઈ ભોયેનાં પગનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે પત્ની મીનાબેનને મૂંઢમાર લાગ્યો હતો. આ બન્ને દંપતીને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યાં તેમના પગનાં ભાગે ફ્રેક્ચર થતાં વધુ સારવાર માટે આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે બીજા બનાવમાં નાનાપાડા ચીખલદા નજીક તથા ત્રીજા બનાવમાં માનમોડી નજીક પણ મોટરસાયકલ સવારો સામસામે ભટકાતા આ બન્ને સ્થળ ઉપર મોટરસાયકલ સવારોમાં સૂરજ સોમા ચૌહાણ તથા સુરેશભાઈ સોન્યા ચૌહાણ તેમજ જયરામભાઈ લાહનુ શેવરે અને લક્ષ્મી શેવરેને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 મારફતે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, આ જુદા જુદા સ્થળે થયેલ અકસ્માત બાબતે ઇજાગ્રસ્તોએ પોલીસ ફરીયાદ કરવાનું ટાળ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.