દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠીયાએ સ્ત્રીઓના રક્ષણ માટે કાયદાકીય રીતે નિયુક્ત થયેલા અધિકારીઓ અને તેમની ભૂમિકા તેમજ કાર્ય પદ્ધતિની સમજ આપી હતી. મહિલા અને બાળ સુરક્ષા અધિકારીની કચેરીની ટીમ દ્વારા વિવિધ મહિલાઓ લક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. મહિલાઓને કોઇપણ પ્રકારની હેરાનગતી કે કનડગત વિશે નિર્ભય બનીને અભયમ 181 ટીમ દ્વારા તાત્કાલિક ફોન દ્વારા મદદ આપતી સરકારની યોજના વિશે જાણકારી આવામાં આવી હતી.
આ સેમિનારમાં તાલુકા પંચાયત પ્રમુખ જશોદાબહેન, તાલુકા વિકાસ અધિકારી સુરેશભાઈ કલારા, સીડીપીઓ ભાનુબેન પટેલ, મહિલા બાળ વિકાસ ફિલ્ડ ઓફિસર વિકેશ ચૌધરી, 181 હેલ્પ લાઈન ટીમ સહિત આંગણવાડી કાર્યકર બહેનો સહિત 127 જેટલી મહિલાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.