- વઘઇ ખાતે મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન
- મશરૂમ ખેતી અંગે ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
- યુનિવર્સિટીનાં કુલપતિએ મશરૂમની ખેતીનાં ફાયદા વર્ણવ્યા
ડાંગ : નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વઘઇ ખાતે મશરૂમ ઉછેર પર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ઝે.પી.પટેલનાં માર્ગદર્શન હેઠળ ડાંગનાં ખેડૂતો મશરૂમની ખેતી કરી બમણી આવક પ્રાપ્ત કરે તે માટે ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે નિમણૂક પામેલ ઝીણાભાઇ પટેલની ઉપસ્થિતમાં મશરૂમ ઉછેર ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં, વઘઇ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ કાર્યરત મશરૂમ અંગેનાં પ્રોજેકટ વિશે જણાવી ડાંગ જિલ્લામાં મશરૂમ ઉછેરની શકયતાઓ અને ડાંગમાં થતાં મશરૂમ વિશે જાણકારી આપવામાં આવી હતી.