પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લા આયોજન મંડળ, એ.ટી.વી.ટી, મનરેગા, ટ્રાઈબલ સબ પ્લાન, રસ્તા, આવાસ, સિંચાઈ, ખેતી-પશુપાલનના કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, દરેક અમલીકરણ અધિકારીઓએ તેમના કામો સમયસર પૂર્ણ કરવાના રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ પ્રગતિ હેઠળના કામોનું નિરિક્ષણ કરી લોકોને ફાયદાકારક કામ થાય તે જોવાનું રહેશે. આ તમામ કામો 31 માર્ચ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવું અને આગામી સમયમાં પૂર્ણ થનાર કામોનું જિલ્લા કક્ષાએ સીએમ ડેશબોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી કરાવવાની રહેશે. જ્યાં દરેક જિલ્લાઓ કયા નંબર ઉપર છે તેનું સતત મોનીટરીંગ થાય છે.
![વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-03-meeting-vis-gj10029_11012020210607_1101f_1578756967_3.jpeg)
ડાંગ કલેકટર એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને ગુણવત્તાસભર કામો કરવા તાકીદ કરી હતી. વધુમાં બાકી રહેતા કામોની વિગતો મેળવી તમામ અધિકારીઓને કામો પ્રત્યે ગંભીર બની સત્વરે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. મનરેગા હેઠળ તમામ ગામોના લોકોનો સંપર્ક કરી વધુ લોકોને રોજગારી અપાય તે જોવાનું રહેશે.
![વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-03-meeting-vis-gj10029_11012020210607_1101f_1578756967_594.jpeg)
નિવાસી અધિક કલેકટર અને જિલ્લા આયોજન અધિકારી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે, એ.ટી.વી.ટીના વર્ષ 2018-19ના કુલ 280 કામોમાંથી 256 પૂર્ણ થયેલ છે. જ્યારે વિકાસશીલ તાલુકા વર્ષ 2019-20 ના કુલ 108 કામોમાંથી 35 પૂર્ણ કરાયા છે. વિવેકાધિન જોગવાઈના કુલ 20 કામોમાંથી 18 પૂર્ણ થયેલ છે. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વર્ષ 2019-20ના કુલ 181 કામો પૈકી 149 પૂર્ણ કરેલ છે. મનરેગા હેઠળ કુલ રૂપિયા 30 કરોડનું ચૂકવણુ કરવામાં આવેલ છે.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષકો અગ્નૈશ્વર વ્યાસ, દિનેશ રબારી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલ, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત સહિત તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.