ડાંગઃ જિલ્લાનાં આહવાથી સુબીરને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગ પર આજરોજ બોરખેત-લશ્કર્યાની સીમમાં મારૂતીવાન ચાલકને અચાનક ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો હતો.
![ડાંગના બોરખેત ગામ નજીક મારુતિવાન ચાલકને અચાનક ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-03-acciden-vis-gj10029_27042020202702_2704f_1587999422_454.jpeg)
અહી આ બુમો સાંભળી નજીકમાં રહેતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. આ વાનને ટ્રેક્ટરથી આગળ પાછળ બાંધી નાળામાંથી ખેંચી બન્ને ઇજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ આહવાને કરાતા આ બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં એક ઇજાગ્રસ્તની હાલત નાજુક જણાતા તેને વલસાડ સિવિલમાં રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.