ETV Bharat / state

સાપુતારામાં અજાણ્યા ઇસમે શિક્ષકના બેંક ખાતામાંથી 84,000 ગાયબ કર્યા - સાપુતારા પોલીસ મથક

ગિરિમથક સાપુતારામાં નવોદય વિદ્યાલયમાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના SBI બેંક ખાતામાંથી કોઈક અજાણ્યા ઇસમે 84,000 રૂપિયા ગાયબ કરી દેતા આ શિક્ષકે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

DANG
સાપુતારા
author img

By

Published : Aug 30, 2020, 9:40 AM IST

ડાંગ: રાજ્યનાં ગિરિમથક ખાતે આવેલ સાપુતારાના જવાહર નવોદય વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલીન્દ અર્જુનભાઇ જામનેદરના બેંક ખાતામાંથી કોઇ અજાણ્યા ઇસમે 84,000 રૂપિયા ઉપાડી લેતા તેઓએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

શિક્ષક મિલીન્દભાઇ દ્વારા 2007માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતુ ખોલાવ્યુ હતું. જેમાં તેમનો પગાર જમા થતો હતો. તેમના પર 4 ઓગસ્ટના રોજ કોઇ અજાણ્યા ઇસમ દ્વારા મો. નં. 8389821160 ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર વાત કરે છે. જો તેઓ પોતાનુ બેંક એકાઉન્ટ KYCના કરે તો બેંકનું એકાઉન્ટ તમારુ બંધ થઇ જશે.

આમ જણાવી અજાણ્યા ઇસમે મેસેજમાં લિંન્ક મોકલી હતી. જે લિંન્ક દ્વારા Tem Viwer નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બાદમાં ગૂગલમાં SBI ઓનલાઈન સર્ચ કરાવી મારો યુઝરનેમ અને પાસવર્ડ નખાવ્યા બાદ તમારુ KYC થઇ ગયુ હોવાનું જણાવ્યુ હતું, પરંતુ ત્યાર બાદ મિલીન્દભાઇનાં ખાતામાંથી 84,000 રૂપિયા ડેબિટ થઇ જતા તેઓએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આજનાં આધુનિક અને ટેકનોલોજી સભર યુગમાં અંગ્રેજીનાં શિક્ષકને પણ અજાણ્યો ગઠ્ઠયો બનાવી જતા આ સમગ્ર બાબત ટોક ઓફ ધી ટાઉન બનવા પામી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.