નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે બીજી EMRS નેશનલ સ્પોર્ટસ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલના 10 ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ ડાંગ(ગુજરાત રાજ્ય) તરફથી પ્રતિનિધિત્વ કરશે.
આ શાળા તરફથી દોડમાં સંજના, ગોળાફેંકમાં ,જીગ્નેશ, બોકસીંગમાં શ્યામદાસ, ટેબલ ટેનીસમાં હરેશ, આરતી, લક્ષ્મી, પ્રિયાંશી અને દોડમાં રીનલ સહિતના ખેલાડીઓ આ EMRSની નેશનલ ગેમ્સ માટે ક્વોલીફાઈ થયાં છે. જે બદલ શાળા સંચાલક મંડળ તેમજ વહીવટી તંત્ર તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.