- ડાભેલમાં યુવકે ગળેફાંસો ખાધો
- દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
- અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો
દમણ : દમણના ડાભેલ ખાતે રોયલ ગાર્ડન સામે આવેલી કોર્નર પોઇન્ટ બિલ્ડીંગમાં બીજા માળે રહેતા યુવકે પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પિતાએ રસોઈ બનાવવા બાબતે પુત્રીઓને આપ્યો ઠપકો, બન્નેએ એકસાથે કરી આત્મહત્યા
35 વર્ષીય સાગર જસવંતે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી
ડાભેલમાં કોર્નર પોઇન્ટ બિલ્ડિંગના બીજા માળે એક યુવકે આત્મહત્યા કરી હતી. મળતી વિગત મુજબ દમણના ડાભેલ સ્થિત રોયલ ગાર્ડન સામે આવેલી કોર્નર પોઇન્ટ બિલ્ડિંગના બીજા માળેથી એક વ્યક્તિની આત્મહત્યાની ઘટના સામે આવી છે. કોર્નર પોઇન્ટના બીજા માળે રહેતા 35 વર્ષીય સાગર જસવંતે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે પોતાના ફ્લેટમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી.
![દમણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-dabhel-suicide-vis-gj10020_04062021140557_0406f_1622795757_465.jpg)
આ પણ વાંચો : વાપીમાં પરિણીતાની આત્મહત્યા કેસમાં 4ની ધરપકડ, આરોપીઓ જેલ હવાલે
પત્નીએ ઘરનો દરવાજો ખોલ્યો, ત્યારે પતિનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયો
મૃતક સાગર જસવંતની પત્નીએ જણાવ્યું હતું કે, તે કામ પર ગઈ હતી અને જ્યારે તે ઘરે પરત ફરી હતી, ત્યારે સાગર ઘરનો દરવાજો ખોલતો ન હતો. પત્નીએ ઘરની બીજી એક્સ્ટ્રા ચાવી વડે ઘરનો દરવાજો ખોલ્યો હતો અને પોતાના પતિને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા હતપ્રભ બની ગઈ હતી. આ બનાવની માહિતી મળતાં દમણ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જોકે સાગરની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. સાગરે કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે હાલ વધુ તાપસ હાથ ધરી છે.
![દમણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-dabhel-suicide-vis-gj10020_04062021140557_0406f_1622795757_180.jpg)