ETV Bharat / state

દમણ નગરપાલિકાએ ગટરની લાઈનો એક સાથે જોડી દેતા ગંદકી ફેલાઈ, સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો - Gujarati News

દમણ: દમણમાં વરસાદી પાણીની લાઈન સાથે હોટલ માલિકોએ અને રહેણાંક વિસ્તારના લોકોએ પોતાના શૌચાલયો અને  કિચનની લાઈન જોઈન્ટ કરી દીધી હતી. જેના લીધે ફેલાયેલી ગંદકીને દૂર કરવા નગરપાલિકાએ વરસાદી પાણી સાથે જોડાયેલી બધી લાઈનો બંધ કરી દીધી હતી. આથી રહેવાસીઓને મુશ્કેલી પડતા તેઓ દમણ નગરપાલિકા ખાતે મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

દમણમાં નગરપાલિકામાં ગટર લાઇનના મુદ્દે મહિલાઓએ ઠાલવ્યો પોતાનો આક્રોશ
author img

By

Published : Jul 26, 2019, 3:15 PM IST

દમણની વરસાદી પાણીની લાઈનમાં ગંદકી ફેલાવવા બદલ દમણ નગરપાલિકાએ હોટલો સહીત અનેક કાંઠા વિસ્તારના ઘરોને પણ સપાટામાં લીધા હતા. દમણ દરિયા કાંઠા નજીક માછીવાડ વિસ્તારના કેટલાક ઘર માલિકોએ પણ હોટેલોની જેમ પોતાના કિચન અને શૌચાલયોના ગંદા પાણીની લાઈન પાલિકાની સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઈન સાથે જોડી દીધી હતી.

દમણમાં નગરપાલિકામાં ગટર લાઇનના મુદ્દે મહિલાઓએ ઠાલવ્યો પોતાનો આક્રોશ
આ ગંદુ પાણી ટ્રીટ થયા વગર ડ્રેનેજ લાઈનમાં થઈને સીધુ દરિયામાં ભળી જતુ હોવાથી, ત્યારે પાલિકા દ્વારા હોટલ સંચાલકો સાથે માછીવાડ વિસ્તારમાં નાખવામાં આવેલી ગટરો અચાનક બંધ કરી દેતા માછીસમાજની મહીલાઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તાત્કાલિક બંધ કરેલી ગટરો ખુલ્લી કરવાની માંગ સાથે નગરપાલિકા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.ત્યારે નગરપાલિકા પ્રમુખ મુકેશ પટેલ અને CO વૈભવ રિખારીએ બંધ કરેલી ગટર લાઈનો સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ખુલ્લી કરવામાં આવશે એવી હૈયા ધરપત આપીને મામલો થાળે પાડ્યો હતો અને મહિલાઓને પરત ઘરે મોકલી આપવામાં આવી હતી.

Intro:દમણ :- દમણમાં વરસાદી પાણીની લાઈન સાથે  હોટલ માલિકોએ અને રહેણાક વિસ્તારના વિસ્તારના લોકોએ પોતાના શૌચાલયો અને  કિચનની લાઈન જોઈન્ટ કરી દીધા બાદ  ફેલાયેલી ગંદકીને નાથવા નગરપાલિકાએ તપાસ કરી વરસાદી પાણી સાથે જોડાયેલ તમામ  લાઇનને બંધ કરી દેતા મુશ્કેલીમાં મૂકાયેલા  રહેણાંક વિસ્તારના લોકોએ મહિલાઓ સાથે દમણ નગરપાલિકા ખાતે મોરચા સ્વરૂપે પહોંચી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.Body:દમણની વરસાદી પાણીની લાઈનમાં ગંદકી ફેલાવવા બદલ દમણ નગર પાલિકાએ હોટલો સહીત અનેક કાંઠા વિસ્તારના ઘરોને પણ સપાટામાં લીધા હતા. દમણ દરિયા કાંઠા નજીક માછીવાડ વિસ્તારના કેટલાક ઘર માલિકોએ પણ હોટેલોની જેમ પોતાના કિચન અને શૌચાલયોના ગંદા પાણીની લાઈન પાલિકાની સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઈન સાથે જોડી દીધી હતી. 

આ ગંદુ પાણી ટ્રીટ થયા વગર ડ્રેનેજ લાઈનમાં થઈને સીધું દરિયામાં ભળી જતું હતું. ત્યારે, પાલિકા દ્વારા હોટલ સંચાલકો સાથે માછીવાડ વિસ્તારમાં નાખવામાં આવેલી ગટરો અચાનક બંધ કરી દેતા માછીસમાજની મહીલાઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો. અને તાત્કાલિક બંધ કરેલી ગટરો ખૂલ્લી કરવાની માંગ સાથે પાલિકા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Conclusion:ત્યારે નગરપાલિકા પ્રમુખ મુકેશ પટેલ અને CO વૈભવ રિખારીએ બંધ કરેલી ગટર લાઈનો સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ખુલ્લી કરવામાં આવશે એવી હૈયા ધરપત આપીને મામલો થાળે પાડ્યો હતો. અને મહિલાઓને પરત ઘરે મોકલી આપી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.