ETV Bharat / state

કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતા વોટિંગ કાર્ડને ઉઠાવી લેવામાં આવ્યા - વોટીંગ કાર્ડ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કિલવણી તલાટી કચેરી ખાતે રઝળતા મળેલા વોટીંગ કાર્ડ તંત્રએ ઉઠાવી લીધા છે. આ તમામ કાર્ડ 1996ના કેન્સલ થયેલા આ કાર્ડ હોવાનું જાણવા મળ્યું છે.

wandering-voting-cards-were-found-at-the-kilavani-talati-office-in-dadra-nagar-haveli
દાદરા નગર હવેલી
author img

By

Published : Feb 16, 2020, 2:30 AM IST

Updated : Feb 16, 2020, 2:54 AM IST

દમણ: દાદરા નગર હવેલીના કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતા વોટિંગ કાર્ડ મોટી સંખ્યામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અહેવાલ સ્થાનિક સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયા બાદ તમામ કાર્ડ સ્થળ પરથી ઉઠાવી લેવામાં આવ્યા છે. આ અંગે કિલવણીના તલાટી તરફથી જણાવ્યું હતું કે, આ તમામ કાર્ડ જૂની તલાટી કચેરીમાં રાખ્યા હતા.

કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતા વોટિંગ કાર્ડને ઉઠાવી લેવામાં આવ્યા

જે 1996ના કેન્સલ થયેલા કાર્ડ હતા. નવી કચેરીમાં સામાન શિફ્ટ કર્યા બાદ આ કાર્ડનો થેલો ત્યાં જ રહી ગયો હતો. જેને સફાઈ માટે આવેલા કામદારો પૈકી કોઈએ બહાર ફેંક્યો હોવાનું જણાવ્યું હતું. હાલ તમામ કાર્ડ ત્યાંથી ઉઠાવી યોગ્ય સ્થાને રાખવામાં આવ્યા છે. જુના કાર્ડની સાઈઝ મોટી હતી. ત્યારબાદ નાની સાઇઝમાં નવા કાર્ડ લોકોને અપાયા હતા.

સદનસીબે તમામ કાર્ડ મળી જતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મોટી સંખ્યામાં ચૂંટ

ણી કાર્ડ મળી આવતા સ્થાનિક સમાચાર માધ્યમોમાં આ અહેવાલ પ્રસારીત થયા હતા.

Last Updated : Feb 16, 2020, 2:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.