ETV Bharat / state

યોગ્ય જવાબ નહીં આપે ત્યાંં સુધી કેમિકલ બનાવતી આ કંપનીનું ઉત્પાદન ઠપ્પ, GPCBએ કરી લાલ આંખ - Stop production operations

વાપી GIDCમાં આવેલી ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં 25મી જુલાઈના રોજ સાંજે સલ્ફરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેના પર કાબુ મેળવવા 10થી વધુ ફાયર ફાઈટરોએ મોડી રાત સુધી પાણી અને ફોમનો મારો ચલાવ્યો હતો. આ ઘટના બાદ DISHના ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા પ્રોહીબીટરી ઓર્ડર અપાયો છે. GPCB એ રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીએ સુપ્રત કર્યો છે. રિપોર્ટના આવે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા પર રોક લગાવી હતી.

યોગ્ય જવાબ નહીં આપે ત્યાંં સુધી કેમિકલ બનાવતી આ કંપનીનું ઉત્પાદન ઠપ્પ, GPCBએ કરી લાલ આંખ

author img

By

Published : Jul 29, 2022, 4:46 PM IST

દમણ: વાપી GIDCના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં(Standard Chemical Company) સોમવારે સલ્ફરના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લોકોને શ્વાસ લેવામાં અને આખોમાં બળતરા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી. જે ગંભીર મામલાને ધ્યાને રાખી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક(Director of Industrial Safety and Health) (DISH), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેનો યોગ્ય પ્રત્યુત્તરના મળે ત્યાં સુધી કંપનીમાં પ્રોડક્શન કામગીરી બંધ(Stop production operations) રાખવા આદેશ કર્યો છે.

સલ્ફર ના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લોકોને શ્વાસ લેવામાં અને આખોમાં બળતરા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.

કંપનીમાં રહેલા 20થી 30 ટન સલ્ફર સ્વાહા થયું - ઉલ્લેખનીય છે કે, કંપનીમાં આગ લાગી ત્યારે તેની નજીકના છીરી ગામ તેમજ આસપાસની અન્ય મોટી કંપનીઓમાં કામ કરતા કામદારોના જીવ પડીકે બંધાયા હતા. લોકોએ શ્વાસ લેવામાં તકલીફનો સામનો કર્યો હતો. રબ્બર જેવી પ્રોડક્ટ બનાવવામાં વપરાતા સલ્ફરના મોટા ટુકડાઓને અહીં ગ્રાઇન્ડીંગ કરી તેનો પાવડર બનાવવામાં આવતો હતો. આગની ઘટનામાં કંપનીમાં રહેલ 20થી 30 ટન સલ્ફર સ્વાહા થયું હતું. આ ઘટના બાદ હવે DISH અને GPCB કડક પગલાં ભરે તેવી માંગ આસપાસના લોકોએ કરી છે.

આ પણ વાંચો: Fire in Dahej : રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગ

આગ લાગ્યા બાદ તેનું સલ્ફર સાયોક્સાઇડમાં રૂપાંતર થયુ હતું - આગની ઘટના અંગે કંપનીના કેમીસ્ટ યશ પાટીલે વિગતો આપી હતી કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેને બુઝાવવા પ્રયાસ કર્યો હતો. સલ્ફર પાવડરમાં આગ લાગ્યા બાદ તેનું સલ્ફર સાયોક્સાઇડમાં રૂપાંતર થતા ફાયરને બોલાવી 10 કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો હતો.

પ્લાન્ટમાં પ્રોડક્શન કામગીરી બંધ રાખવાનો ઓર્ડર - આ ઘટના બાદ વલસાડના ફેકટરી ઇન્સ્પેકટર ડી. કે. વસાવાએ ટેલિફોનિક વિગતો આપી હતી. હાલ કંપનીને પ્રોહીબીટરી ઓર્ડર આપ્યો છે. જે અનુસંધાને કંપની સંચાલકોએ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટની સર્ટિફિકેશનનું ઓડિટ(Audit of certification of electrical short circuit), આગથી ગોડાઉનમાં અને આસપાસમાં થયેલા નુકસાનને સુરક્ષાના નિયમો હેઠળ દૂર કરવું, બાંધકામમાં જે નુકસાન થયું છે. તેને તૈયાર કર્યા બાદ મજબૂતાઈનું સર્ટિફિકેટ વગેરે રિપોર્ટ જ્યાં સુધી આપવામાં ન આવે અને આગ પાછળના ચોક્કસ કારણો જાણવામાં ન આવે ત્યાં સુધી પ્લાન્ટમાં પ્રોડક્શન કામગીરી બંધ રાખવાનો ઓર્ડર આપ્યો છે. જ્યારે GPCBના અધિકારી એ. જી. પટેલે જણાવ્યું હતું કે, ઘટના બાદ તેનો રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગરને સુપ્રત કરવામાં આવ્યો છે. જે બાદ ક્લોઝર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લ્ફર પાવડરમાં આગ લાગ્યા બાદ તેનું સલ્ફર સાયોક્સાઇડમાં રૂપાંતર થતા ફાયરને બોલાવી 10 કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો: રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત 3 કાવડિયાઓએ હાઈવે જામ કર્યા પછી કર્યું આ કામ

લોકોમાં શ્વાસ લેવાની અને આંખોમાં બળતરા થવાની ફરિયાદ - સામાન્ય રીતે સલ્ફરમાં આગ લાગે એટલે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થતો હોય છે. આગની ઘટના બાદ આસપાસની કંપનીઓમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ આગ પર કાબુ મેળવવા વાપી GIDCના ફાયરને બોલાવવામાં આવ્યા હતા. વાપી ઇમર્જન્સી સેન્ટરની ટીમ અને પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ કંપની આસપાસના વિસ્તારને કોર્ડન કરી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. આ ઘટના દરમિયાન આસપાસના લોકોમાં શ્વાસ લેવાની અને આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી છે. સલ્ફરના પ્રોડક્શન દરમિયાન તમામ તકેદારીના પગલાં સાથે કામદારોને સેફટી સૂઝ, ગોગલ્સ, માસ્ક, હેલ્મેટ જેવા સુરક્ષાના સાધનો અપાય છે. તેવું કંપનીના કેમીસ્ટે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.