ETV Bharat / state

દમણમાં પૂર્વ પાલિકા પ્રમુખની જમીન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર

સંઘપ્રદેશ દમણમાં રાજકીય આગેવાનો પર સરકારી અધિકારીઓ હંમેશા સવાયા સાબિત થતા રહ્યા છે. આ વખતે આ પરચો દમણના ચીફ ઓફિસરે દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે બતાવ્યો છે. દમણમાં પૂર્વ પ્રમુખ દ્વારા બનાવવામાં આવતી અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગ પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.

bulldozer
bulldozer
author img

By

Published : Jan 15, 2021, 9:20 PM IST

  • દમણ નગરપાલિકાની કડક કાર્યવાહી
  • ગેરકાયદેસર બાંધકામ કર્યું દૂર
  • પૂર્વ પાલિકા પ્રમુખે કર્યું હતું આ ગેરકાયદેસર બાંધકામ

દમણ : સંધપ્રદેશ દમણ પાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ નાયકની અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પર નગરપાલિકાએ બુલડોઝર ચલાવ્યું છે. બુધવારે સવારે 6-30 કલાકની આસપાસ ચીફ ઓફિસર ગુરપ્રીત સિંહ તેમના સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ પર પહોંચ્યા હતા. જ્યાં બુલડોઝ કરવાની કાર્યવાહી કરી હતી.

મનોજ નાયક એક ઇમારતનું નિર્માણ કરી રહ્યા હતા

દમણમાં દેવકા રોડ પર જ્યુપિટર કંપની નજીક એક નિર્માણાધીન ઇમારતના પીલ્લરો પર નગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ આ જમીન પર દમણના જાણીતા બિલ્ડર મનોજ નાયક એક ઇમારતનું નિર્માણ કરી રહ્યા હતાં. મનોજ નાયક વ્યવસાયે બિલ્ડર ઉપરાંત રાજકીય આગેવાન છે. જે દમણ નગરપાલિકામાં પ્રમુખનો હોદ્દો પણ સાંભળી ચૂક્યા છે.

દમણમાં પૂર્વ પાલિકા પ્રમુખની જમીન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર

ગેરકાયદેસર બાંધકામ સ્થળે રજિસ્ટર કામદારો પણ ન હતા

મનોજ નાયક પૂર્વ પાલિકા પ્રમુખ હોવા છતા તેની નવી બની રહેલી ઇમારત પર દમણ નગરપાલિકાના જ ચીફ ઓફિસર ગુરપ્રિત સિંઘે સ્ટાફ અને પોલીસ સાથે પહોંચી ગેરકાયદેસર ઇમારતને નેસ્ત નાબૂદ કરવાની કાર્યવાહી કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

મિલકત માલિકે નોટિસ સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો

ઇમારતને તોડી પાડવા અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ ઈમારતનો પ્લાન નગરપાલિકા દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે. તેમ છતાં અહીં બાંધકામ કરવામાં આવતું હતું. જે અંગે નોટિસ આપી હતી, પરંતુ મિલકત માલિકે નોટિસ સ્વીકારી ન હતી. એટલે આખરે પાલિકાએ આ ઇમારતને ગેરકાયદેસર દબાણ ગણી તોડી પાડી છે.

રાજકારણમાં કંઈક અલગ જ ચર્ચા

આ સમગ્ર મામલે રાજકારણમાં કંઈક અલગ જ ચર્ચા ચાલે છે કે, એક પૂર્વ પાલિકા પ્રમુખને પાલિકાના તમામ નીતિનિયમોની જાણકારી હોય છે અને ઈમારતનો પ્લાન પાસ કર્યા વિના ઇમારતનું નિર્માણ કાર્ય શક્ય નથી. એટલે આ ઘટનામાં કારણ કઈક બીજું જ છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તે એ કારણે જ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.