ETV Bharat / state

કોરોના સામે લોકડાઉન બની રહ્યું છે અકસીર ઈલાજ..! ગતિ ધીમી પડી..! - Community transmission was banned

કોરોના સામે લડવા લોકડાઉન એક ઇલાજ બની ગયો છે. હાલ ભારતમાં કોરોનાની તેજ ગતિ ધીમી પડી છે. વડાપ્રધાન મોદીએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે, 5 લાખ ટેસ્ટ બાદ કોરોના સંક્રમણવાળા દર્દીઓની સંખ્યા ઓછી થઇ છે.

કોરોના સામેના જંગમાં લોકડાઉન બની રહ્યો છે અકસીર ઈલાજ! ભારતમાં કોરોનાની તેજ ગતિ ધીમી પડી!

author img

By

Published : Apr 26, 2020, 11:49 PM IST

વાપીઃ દેશના 11 રાજ્યોમાં કોરોનાના કેસ અડધા થયા છે. કોરોનાના અત્યાર સુધીના આંકડા જોઈએ તો ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો 27521 પર પહોંચી ચૂક્યો છે અને 874 લોકોના મોત થઇ ચુક્યા છે. જેમાં શુભ સમાચાર એ પણ છે કે 6361 થી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. જોઈએ વિશેષ અહેવાલ

કોરોના સામેના જંગમાં લોકડાઉન બની રહ્યો છે અકસીર ઈલાજ! ભારતમાં કોરોનાની તેજ ગતિ ધીમી પડી!
કોરોના સામેના જંગમાં લોકડાઉન બની રહ્યો છે અકસીર ઈલાજ! ભારતમાં કોરોનાની તેજ ગતિ ધીમી પડી!

દેશમાં શરૂઆતમાં વધેલા કોરોના કેસ બાદ દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન પર રોક લાગી છે. પોઝિટિવ દર્દીઓના આંકડા જરૂર વધી રહ્યા છે, પરંતુ બીજા દેશની તુલનાએ ખૂબ જ ઓછા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યા મુજબ આપણે કોરોના સંક્રમણના 3જા સ્ટેજનાં સામુદાયિક સંક્રમણમાંથી દેશને બચાવી લીધો છે.

હાલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ચાર ટકાના દરે વધી રહી છે. જ્યારે, ICMRના જણાવ્યા મુજબ ત્રીજા સ્ટેજમાં ભારત પહોંચી જાય તો સંક્રમિત દર્દીઓની સંખ્યા દસ ગણી વધુ હોત જે હાલ 2 ગણી છે. વડાપ્રધાન મોદીએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે, ભારત એવા ગણતરીના દેશોમાં છે. જ્યાં પાંચ લાખ ટેસ્ટ બાદ કોરોના સંક્રમણવાળા દર્દીઓની સંખ્યા ઓછી છે.

કોરોના વાઇરસ અંગે દેશની જાણીતી વેબસાઈટ દ્વારા આપેલી વિગતો અને આંકડા અંગે વાત કરીએ તો, લોકડાઉનને કારણે કોરોનાની ગતી ધીમી પડી છે. આ એક મહિનામાં કોરોના વાઇરસના ફેલાવાની ગતિ 3 ટકા ઘટી છે. જો લોકડાઉન લાગુના કર્યો હોત તો આ આંકડો 2 લાખ પાર હોત 24 માર્ચે દેશમાં કોરોના સંક્રમિતના 500થી વધુ કેસો હતા. જે સમયે કોરોના વાઇરસનો ડેઇલી ગ્રોથ રેટ 21 ટકા આસપાસ હતો. એક મહિના બાદ 26 મી એપ્રિલે દેશમાં કુલ કેસ 27521 છે. મતલબ કે ડેઇલી ગ્રોથરેટ માત્ર 8 ટકા આસપાસ જ રહ્યો છે.

આરોગ્ય વિભાગની જાણકારી મુજબ કોરોનાના ટેસ્ટ વધુ કરવામાં આવતા હોય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હાલમાં વધુ જોવા મળી રહી છે. પરંતુ મે માસમાં તે સંખ્યા ઘટી જશે. 30 એપ્રિલ બાદ ધીરે ધીરે તેમાં ઘટાડો નોંધાશે. મે મહિનામાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધુ રહેવાના આસાર છે. જે કોરોનાની ગતિને ધીમી કરી શકે છે. દક્ષિણ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. પાછલા એક માસમાં દક્ષિણ ભારતમાં કોરોના વાઇરસની રફતાર ખૂબ ધીમી પડી છે.

કેરલ, તમિલનાડુ, કર્ણાટકમાં દર્દીઓ ઘટ્યા છે. 24 માર્ચે તમિલનાડુમાં કોરોના સંક્રમણના 47 ટકાના હિસાબે કેસ વધ્યા હતા. જે એપ્રિલમાં ચાર ટકા આસપાસ છે. એ જ રીતે કેરળ કર્ણાટકમાં પણ કેસની સંખ્યા ઘટી છે. દેશના 11 રાજ્યો કોરોના સામે જીત મેળવી રહ્યા છે. જેમાં સાફ-સફાઈ સોશિયલ distance અંગેની જાગૃતિના કારણો મુખ્ય છે. દેશના 80 જિલ્લા એવા છે જ્યાં પાછલા 15 દિવસથી એક પણ કેસ સામે આવ્યો નથી. કોરોનાના કેસ hotspot માં જ વધુ જોવા મળી રહ્યા છે.

ગોવા, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ કોરોના મુક્ત રાજ્ય બન્યા છે. કેરળમાં 469 માંથી 342 દર્દીઓ સાજા થયા છે. ત્રિપુરામાં બે દર્દી માંથી બંને દર્દી સાજા થયા છે. લદાખમાં 20માંથી 16, દર્દી ઉત્તરાખંડમાં 50 માંથી 26 દર્દી છત્તીસગઢમાં 37માં થી 32, હરિયાણામાં 296 માંથી 199, અંદામાન નિકોબાર મા 33 માંથી 11 એ જ રીતે ગુજરાતમાં 3301 માંથી 313 દર્દીઓ સાજા થયા છે.

કોરોના ટેસ્ટિંગ પણ ભારતના વધ્યા છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા છે. 80% એવા કેસ પણ મળ્યા છે. જેમાં કોઈ લક્ષણો નહોતા. 10 લાખની વસ્તીએ હાલમાં 362 લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોનાના ઈલાજ માટે દેશમાં દવાઓ શોધવાનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે.

જેમાં હવે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓને પણ સામેલ કરી છે. આયુર્વેદ, યુનાની, હોમિયોપથીના નિષ્ણાંત દ્વારા આયુષ મંત્રાલયને 3500થી વધુની દવા અને તેની ફોર્મ્યુલા કારગત હોવાનું જણાવ્યું છે. જેના પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. ટૂંકમાં સમગ્ર વિશ્વમાં મોતનો કોરડો વીંઝનાર કોરોનાનો કેર ભારતમાં હાલના તબક્કે ઘટી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.