દમણઃ કોરોના મહામારીના લોકડાઉનને કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના વિદ્યાર્થિઓ અભ્યાસઅર્થે રાજસ્થાનના કોટામાં ગયા હતા તે ફસાઈ ગયા છે. ફસાયેલા 52 વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસને બુધવારે 3 બસ દ્વારા આ વિદ્યાર્થીઓને પરત લાવવાની જાહેરાત કરી અન્ય વિદ્યાર્થીઓની માહિતી માગી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કલેક્ટર સંદીપકુમાર સિંઘ અને દમણના કલેક્ટરે જાહેરાત કરી હતી કે, પ્રસાશન દ્વારા આ વિસ્તારના જે વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટામાં અભ્યાસ માટે ગયા બાદ લોકડાઉનમાં ફસાયેલા છે તેમને પરત લાવવા પ્રશાસને વ્યવસ્થા કરી છે. પ્રશાસન દ્વારા રાજસ્થાન સરકાર સાથે વાત કરી બુધવારે ત્રણ બસ કોટા રવાના કરી આ વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી હાથ ધરી છે.
એક અનુમાન મુજબ રાજસ્થાનના કોટામાં દાદરા નગર હવેલીના 35 વિદ્યાર્થીઓ, દમણના 9 વિદ્યાર્થીઓ અને દીવના 8 વિદ્યાર્થી ફસાયેલા છે. જે લોકોના નામ અને વિગત પ્રશાસન પાસે આવી છે. એ ઉપરાંત પણ જો કોઈ વિદ્યાર્થી કોટામાં ફસાયેલા હોય તો તેની વિગતો વહેલી તકે પ્રશાસનને આપવા અપીલ કરી છે. જેથી એ વિદ્યાર્થીઓને વતન પરત લાવી શકાય.
રાજસ્થાનના કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લવાશે
રાજસ્થાનના કોટામાં ગુજરાતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા હતા. જેઓ લોકડાઉનના કારણે કોટામાં ફસાયા છે. જેને વતન પરત લાવવા દાદરા નગર હવેલીના કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.