અમદાવાદ : આજે 26 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ પરોપકાર અને સદભાવનાઓથી ભરપૂર હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે આજે આપના હાથે કોઇ સેવા- પુણ્યનું કામ થાય. આપ અન્યોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરો. આજે આપના પર કામનો બોજ વધારે રહેશે. એમ છતાં આજે આર્થિક લાભ થવાના કારણે આપ ખુશખુશાલ રહેશો. શરીર અને મનથી સ્ફૂર્તિ અનુભવો. તમારા પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે કોઇ નાનકડા સમારંભમાં કે પ્રવાસમાં જોડાવાની શક્યતા છે. આજે આપની માન્યતાઓમાં દૃઢતા આવે પરંતુ એક અજાણ્યો ભય સતાવ્યા કરે.
વૃષભ: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના આજના દિવસે આપની વાણીથી કોઇને મંત્રમુગ્ધ કરીને લાભ મેળવી શકશો તથા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ વધે અને આપનું મન પ્રફુલ્લિત રહે. આપ કોઇ શુભકાર્ય કરવા પ્રેરાઓ. આજે વઘુ મહેનતે ઓછું પરિણામ મળવા છતાં ખંતપૂર્વક આગળ વધી શકો. આપના નાણાંનું વ્યવસ્િથત આયોજન કરવા અનુકૂળ સમય છે.
મિથુન: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના મનમાં વિચારોના વિવિધ તરંગ ઉઠશે અને આપ વિચારના વમળમાં અટવાયેલાં રહેશો. આજે આપને બુદ્ધિગમ્ય કાર્યોમાં જોડાવું પડે, પરંતુ ચર્ચા કે વાદવિવાદમાં ઊંડા ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપનામાં સંવેદનશીલતા વધશે. ખાસ કરીને સ્ત્રી વર્ગ અને પ્રવાહી પદાર્થથી ચેતતા રહેવું. માનસિક થાકનો અનુભવ થાય. વિચારોમાં દ્વિધાને કારણે ઉચાટ રહે.
કર્ક: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસ દરમ્યાન આપ તન મનથી પ્રફુલ્લિતતા તાજગીનો અનુભવ કરશો. નવા કાર્યનો આરંભ કરવા માટે સારો દિવસ છે. મિત્રો અને સ્નેહીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. કાર્ય સફળતાથી આપના ઉત્સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકો. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રિયપાત્રના સંગાથથી મન રોમાંચિત બને. અન્યો સાથે લાગણીસભર સંબંધો બંધાય. આનંદમય પ્રવાસ થાય. નાણાકીય લાભ થાય. જાહેરમાં માન- સન્માન મળે.
સિંહ: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી રહેશે. કુટુંબના સભ્યો સાથે આપ સારી રીતે સમય વીતાવો. તેમનો સાથ સહકાર પણ સારો મળશે. આર્થિક ક્ષેત્રે આવક કરતાં જાવકનું પલ્લું નમતું રહે. સ્ત્રી મિત્રો આજે તમારી સહાયક બનશે. વાકછટાથી દરેકને વશ કરી શકશો. દૂર વસતા મિત્રો, સ્નેહીજનો સાથેના કોમ્યુનિકેશનથી આજે લાભ થાય. ગણતરીપૂર્વકનું પ્લાનીંગ કરવા જતાં લાંબા અને વધુ પડતા વિચારોના કારણે માનસિક દ્વિધામાં ગુંચવાયેલા રહેશો.
કન્યા: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ વાણીના માઘ્યમથી નવા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો જે ભવિષ્યમાં આપના માટે લાભકારી નીવડશે. આપના વિચારોની સમૃદ્ધિ વધશે. શરીર અને મનની પ્રસન્નતા રહેશે. પારિવારિક જીવન આનંદમય રહે. મિત્રવર્ગ અને સગાંસ્નેહીઓ પાસેથી ભેટ- ઉપહાર મળતા આનંદ અનુભવો. શુભ સમાચાર મળે અને આનંદદાયક પ્રવાસ થાય. લગ્નજીવનનું સુખ ભોગવી શકો.
તુલા: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપની અપેક્ષાની તુલનાએ થોડો પ્રતિકૂળતાભર્યો હોવાથી સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ છે. ખાસ કરીને આજે આપની તબિયતમાં સુસ્તિ અને બેચેની રહે. માનસિક રીતે પણ વૈચારિક ગડમથલ ટાળવા માટે સકારાત્મક વ્યક્તિઓને મળવું અને પ્રેરાણદાયક લોકોના જીવનચરિત્ર પણ વાંચી શકો છો. આપની વાણી અને વ્યવહારથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેની સાવધાની રાખવી. પરિવારના સભ્યો સાથે વિનમ્રતાપૂર્વક વર્તન રાખવું. આવક કરતાં ખર્ચનું પલ્લું ભારે રહેશે. ક્રોધને કાબુમાં રાખવાની સલાહ છે.
વૃશ્ચિક: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ લાભકારી પસાર થશે. આજે મિત્રો સાથેની મુલાકાતનો, તેમની સાથે પ્રવાસ પર્યટન પર જવાનો તેમજ તેમની પાછળ પૈસા ખર્ચવાનો દિવસ છે. નોકરી, ધંધા, વ્યવસાયમાં આપની આવક વધે. ઉપરી અધિકારીઓ ખુશ રહે. દાંપત્યજીવનમાં આનંદનો અનુભવ થાય. સ્ત્રીમિત્રો આપને લાભકારી નીવડે.
ધન: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનામાં પરોપકારી ભાવના હોય. તેથી અન્યને મદદરૂપ બનવા આપ ઉત્સુક રહો. બિઝનેસ અંગે યોગ્ય આયોજન કરી શકો. આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય. વ્યાપાર અર્થે બહારગામની મુસાફરી કરવાનું બને. ઉપરી અધિકારીઓ ખુશ રહે. હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે. ગૃહસ્થજીવન આનંદમય રહે.
મકર: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. બૌદ્ધિક તેમજ લેખનકાર્યને લગતી કોઇપણ પ્રવૃત્તિમાં આજે આપ સક્રિય રહેશો. નવા સાહિત્ય સર્જન અંગે આપ આયોજન પણ્ કરી શકો. પરંતુ માનસિક રીતે આપ આજે થોડી વ્યાકુળતા રહે માટે કામના ભારણની સાથે સાથે મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ થોડુ ધ્યાન આપવું. સહેજ આળસ અને કંટાળો રહેવાની શક્યતા પણ છે. સંતાનોના ભણવાની ચિંતા રહે. સરકારી કામકાજમાં આજે અનુકૂળ પરિસ્થિતિ ન રહે. વ્યાવસાયિક નવી વિચારસરણી અપનાવી શકશો. નાણાંના ખોટા વ્યયથી બચવું. એકંદરે આજનો દિવસ મધ્યમ હોવાનું જણાઈ રહ્યું છે.
કુંભ: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આજે આપને વધુ પડતા વિચારો સતાવે, પરિણામે માનસિક થાક અનુભવાય. ગુસ્સાની લાગણી ટાળીને દરેક બાબતે વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ છે. કોઇપણ પ્રકારના અનૈતિક કૃત્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જીભ પર સંયમ રાખવો. પરિવારમાં વિખવાદ થવાની સંભાવના છે. વધુ પડતા ખર્ચને કારણે આર્થિક ભીંસ અનુભવાય. પ્રભુસ્મરણ અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.
મીન: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના આજના દિવસે લેખક, કલાકાર અને કસબીઓને પોતાનો હુન્નર તેમજ પ્રતિભા દેખાડવાની તક સાંપડશે. વ્યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઇને આપ આજે મનોરંજનની દુનિયામાં ફરશો. સ્વજનો, દોસ્તો સાથે પાર્ટી કે પિકનિકનું આયોજન થાય. નાટક, સિનેમા, મનોરંજનના સ્થળની મુલાકાતથી આપ આજે આનંદિત રહેશો. દંપતીઓ એકબીજાની વધુ નિકટતા માણી શકશે. જાહેરજીવનમાં નામના મળે.