ETV Bharat / state

દમણમાં ABVPને ફટકો, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી - દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ન્યૂઝ

દમણઃ જિલ્લાની સરકારી કૉલેજમાં GSની ચૂંટણીના આંતરીક ઘર્ષણના કારણે માહોલ ગરમાયો હતો. જેના કારણે શુક્રવારે યોજાનાર વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી છે. યુનિવર્સિટીનો આ નિર્ણય 19માંથી 9 સભ્યો સાથે બિનહરીફ બન્યો હતો. જેથી ચૂંટણીમાં ઝંપલાવનાર અપક્ષ પેનલે વધાવી લેતાં ABVPને મોટો ફટકો પડયો છે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી
author img

By

Published : Oct 11, 2019, 10:56 AM IST

શુક્રવારે સરકારી કૉલેજમાં GS (જનરલ સેક્રેટરી)ની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ, રાજકારણીઓની રાજકીય દખલ, ધાકધમકી અને અપહરણ જેવી ફરિયાદોના કારણે CR અને LRના ફોર્મની તારીખોમાં ફેરફાર કરાયો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિએ નાની દમણ સરકારી કૉલેજના આચાર્યને શૈક્ષણિક વર્ષ 2019-20 વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગે લેખિતમાં પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, કૉલેજની વિદ્યાર્થી સંઘની ચૂંટણીને મળેલી ફરિયાદ અનુસંધાને યુનિવર્સિટી તરફથી 7મી ઓકટોબરના પત્ર ક્રમાંક યુ. ક. અને શા.શિ./20025/2019-20ના પત્રનો આજદિન સુધી જવાબ મળ્યો નથી.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી

આ બાબતે 10મી ઓક્ટોબરની યુનિવર્સિટી કક્ષાએ central grievance redressal કમિટીના સભ્યોની મળેલી સભામાં કોઈ સૂચના ન મળે ત્યાં સુધી વિદ્યાર્થી સંઘની ચૂંટણી હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના કારણે ABVPના સમર્થકોમાં સોંપો પડી ગયો છે. તો બીજી તરફ અપક્ષે પેનલ રચી GSની ચૂંટણીમાં ઝંપલાવનાર શિવમ પટેલ અને તેની ટીમે વધાવી લીધો છે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ GSની ચૂંટણી રદ્દ કરી

ઉલ્લેખનીય છે કે, GSની ચૂંટણી અંગે ABVP દ્વારા દમણના સાંસદ પરિવાર પર ગંભીર આક્ષેપો કરવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ વિરોધી પેનલના સમર્થકો દ્વારા ABVPના કાર્યકરનું અપહરણ કરી ધમકી આપી હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ સમગ્ર મામલે દમણનું રાજકારણ પણ ગરમાયુ હતું. જેનો હાલ પૂરતો અંત આવ્યો છે.

Intro:દમણ :- દમણની સરકારી કોલેજમાં GS ની ચૂંટણી બાબતે ધાકધમકી અને અપહરણના તરકટ રચાયા બાદ ગરમાયેલા રાજકારણ વચ્ચે શુક્રવારે યોજાનાર GS ની ચૂંટણી અંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી લેખિતમાં જાણ કરી GS ની ચૂંટણી રદ્દ કરી છે. યુનિવર્સિટીના આ નિર્ણયને 19માંથી 9 સભ્યો સાથે બિનહરીફ બની ચૂંટણીમાં ઝંપલાવનાર અપક્ષ પેનલે વધાવી લેતા ABVP ને મોટો ફટકો પડયો છે.Body:દમણમાં શુક્રવારે સરકારી કોલેજમાં GS (જનરલ સેક્રેટરી)ની ચૂંટણી યોજાવાની હતી. જેમાં રાજકારણીઓની રાજકીય દખલ, ધાકધમકી અને અપહરણ જેવી ફરિયાદો સાથે CR અને LRના ફોર્મની તારીખોમાં ફેરફાર કરતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દ્વારા નાની દમણ સરકારી કોલેજના આચાર્યને શૈક્ષણિક વર્ષ 2019-20 વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગે લેખિતમાં પત્ર પાઠવી ઉપરોક્ત વિષય પરત્વે જણાવ્યું છે કે, કોલેજની વિદ્યાર્થી સંઘની ચૂંટણી અંગે મળેલ ફરિયાદ અનુસંધાને યુનિવર્સિટી તરફથી 7મી ઓકટોબરના પત્ર ક્રમાંક યુ. ક. અને શા.શિ./20025/2019-20ના પત્રનો આજદિન સુધી જવાબ મળેલ નથી. 

તો આ બાબતે 10મી ઓક્ટોબરની યુનિવર્સિટી કક્ષાએ central grievance redressal કમિટીના સભ્યોની મળેલ સભામાં થયેલ નિર્ણય મુજબ આગળ કોઈ સૂચના ન મળે ત્યાં સુધી વિદ્યાર્થી સંઘની ચૂંટણી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે. જેને લઈને ABVP સમર્થકોમાં સોંપો પડી ગયો છે.

જ્યારે, આ નિર્ણયને અપક્ષ પેનલ રચી GS ની ચૂંટણીમાં ઝંપલાવનાર શિવમ પટેલે અને તેની ટીમે વધાવી લીધો છે. શિવમે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીનો આ નિર્ણય અમને માન્ય છે. અને આગામી તારીખ જાહેર નહીં થાય ત્યાં સુધી અમે અમારી પેનલ સાથે અડગ રહીશું. શિવમે ચૂંટણી રદ્દ કરવા પાછળ ABVP ના કન્વીનર મેહુલ પટેલને જવાબદાર ગણાવી તેમણે આ તારીખમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું. શિવમે હવે પછી જ્યારે ચૂંટણી થશે ત્યારે બહારના રાજકીય આગેવાનો સહભાગી ના બને તેની પણ કાળજી રાખીશું તેવો નીર્ધાર વ્યકત કર્યો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે, GS ની ચૂંટણી અંગે ABVP દ્વારા દમણના સાંસદ પરિવાર પર ગંભીર આક્ષેપો કરવા સાથેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ વિરોધી પેનલના સમર્થકો દ્વારા ABVP ના કાર્યકરનું અપહરણ કરી ધમકી આપી હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ મથકમાં નોંધાવી હતી. સમગ્ર મામલે દમણનું રાજકારણ પણ ગરમાયુ હતું. જેનો હાલ પૂરતો અંત આવ્યો છે.

Bite :- શિવમ પટેલ, GS ચૂંટણીના અલગ પેનલના ઉમેદવાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.