દમણઃ રાષ્ટ્રપતિ કાર્યક્રમ સ્થળે સૌપ્રથમ ઉપસ્થિતમાં જાહેર જનતાને સંબોધન કરશે. જે બાદ દમણમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે.
નાની દમણ મરવડ સરકારી હોસ્પિટલમાં બનનારી 300 બેડની હોસ્પિટલ, જેટી ગાર્ડન, જમપોર ખાતે બનનાર પક્ષીઘર, પંચાયતના આંતરીક રસ્તાઓનું નવીનીકરણ, કોલક નદી પર નવો બ્રિજ, આયુષ્માન ભારત યોજના અંતર્ગત બનેલા 7 હેલ્થ વેલનેસ સેન્ટર, ડાભેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ, સૂર્યોદય આવાસ યોજના હેઠળ 40 લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવાનું, સેલવાસના બીલધરી રિવર બ્રિજનું લોકાર્પણ સહિતના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
જે દરમિયાન સંઘપ્રદેશના VIP 50 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જે લોકો જ રાષ્ટ્રપતિને મળી શકશે. આ કાર્યક્રમના કવરેજથી મીડિયાને પણ બાકાત રખાયું છે. તે બાદ દમણગંગા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. 18મી ફેબ્રુઆરીએ સવારે સેલવાસથી સુરત જવા રવાના થશે.