લવાછા : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભિલોસા અને સનાતન કંપનીના પરપ્રાંતીય કામદારોના હોબાળા બાદ ગુરુવારે ગુજરાતના લવાછા ગામે અને અડીને આવેલા પીપરિયા ગામે પણ લોકોએ આતંક મચાવ્યો હતો. જેમાં ડુંગરા પોલીસ પર અને સંઘપ્રદેશની પોલીસ પર લોકોએ પથ્થરમારો કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ હોબાળા અંગે મળતી વિગતો મુજબ દાદરા નગર હવેલીની હદમાં આવેલું ગુજરાતનું લવાછા ગામ લોકડાઉનમાં સિલ થઈ ગયું છે. આ અંગે લવાછા ગામના સરપંચે ખાસ લેટર ગૃહવિભાગમાં અને રાજ્ય સરકારમાં મોકલ્યો છે.
લોકડાઉન 3.0 : લવાછા-પીપરિયામાં વિફરેલા લોકોએ પોલીસ પર કર્યો પથ્થમારો, પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ - દાદરા ન્યુઝ
સંઘપ્રદેશ દમણમાં ગુજરાતના કુંતા ગામના લોકોના હોબાળા બાદ ગુરુવારે દાદરા નગર હવેલીમાં ગુજરાતના લવાછાવાસીઓને પડી રહેલી તકલીફોને કારણે હોબાળો મચાવી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લવાછા અને પીપરિયા ગામના વિફરેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા કેટલાક પોલીસ જવાનો ઘાયલ થયા છે. જ્યારે પોલીસે તમામ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી 100 જેટલા લોકોની અટક કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.