- 31 ડીસેમ્બર પૂર્ણ થયા બાદ પણ પારડી પોલીસે દારૂ નું ચેકીંગ ચાલુ રાખ્યું
- બારડોલી થી દમણની સહેલગાહે આવેલા 45 લોકો પારડી પોલીસના સકંજામાં
- 45 લોકો પાસેથી 92,775 નો દારૂનો જથ્થો મળી આવ્યો
વલસાડ :બારડોલી થી દમણની સહેલગાહે ખાનગી લક્ઝરી કરી આવેલા કેટલાક લોકો દમણ થી મોજ માણી પરત થઈ રહ્યા હતા. ત્યારે સંઘ પ્રદેશ દમણ થી ગુજરાતમાં પ્રવેશ દ્વાર પાતળિયા ચેકપોસ્ટ ઉપર પરત ફરી રહેલી ખાનગી લક્ઝરી બસ નંબર પરત થઈ રહી હતી. ત્યારે પારડી પોલીસે પાતળિયા ચેકપોસ્ટ ઉપર તેને અટકાવી તેમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લક્ઝરી બસમાં સવાર 45 લોકો પાસેથી વિવિધ બ્રાન્ડના દારૂની બોટલો મળી આવી હતી. જેને લઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે આ 45 લોકો સાથે ભરેલી લક્ઝરી બસને પાતળીયા ચેકપોસ્ટ ઉપરથી પારડી પોલીસ મથકમાં લઈ આવવામાં આવી હતી.
45 લોકો પૈકી તમામનો કોરોના ટેસ્ટ કરાવતા એકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો
92,775 રૂપિયાની કિંમતના દારૂ સાથે પકડાયેલા બારડોલીના 45 લોકોને અટક કર્યા બાદ તેઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના રેપિડ ટેસ્ટમાં આ 45 પૈકી એકનો કોરોના પોઝિટિવ આવતા અન્યમાં પણ ફફડાટ ફેલાયો છે.ખાનગી બસમાં સવાર 45 લોકો પાસેથી દારૂ મળ્યો હતો.પોલીસે બસ ચાલક અને ક્લીનર સહિત અન્ય 45 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે.