- સચિન વજે કેસમાં દમણથી મળી વોલ્વો કાર
- ઉદ્યોગપતિ અભિષેક અને કારને ATSની ટીમ મુંબઈ લઇ ગઈ
- કારના માલિકને લઈ સર્જાયા અનેક સવાલો
દમણ: એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વજેની ધરપકડ બાદ આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે. જેમાં સચિન વજેની વોલ્વો કારને લઈને તપાસ ચાલી રહી હતી. તે વોલ્વો કાર દમણમાં એક ઉદ્યોગપતિના ઘરેથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુંબઈ ATS દ્વારા દમણ પોલીસનો સંપર્ક કરી દમણના દુણેઠા વિસ્તારમાં જેમ્સ પ્લાઝા સામે આવેલ અભિષેક નાથાણીના ઘરે છાપો મારી તેની પૂછપરછ કરી ઘરે રહેલ કાર અને અભિષેકને પોતાની સાથે મુંબઈ લઈ જવા રવાના થયા હતાં.
![સચિન વઝે કેસમાં મહારાષ્ટ્ર ATSએ દમણથી વોલ્વો કાર કબજે કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-sachin-car-ptc-gj10020_23032021130636_2303f_1616484996_515.jpg)
આ પણ વાંચો: સચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ
કારના માલિક અંગે સવાલો ઉભા થયા
હાલ આ સમગ્ર મામલે મળતી વિગતો મુજબ અભિષેક નાથાણી સચિન વજેનો મિત્ર હોવાનું અને તેમની પાસે વોલ્વો કાર મળી આવી હોવાની વિગતો મળી છે. જે અંગે વધુ તપાસ ATS દ્વારા હાથ ધરાય હોય તે તપાસ બાદ જ જાણવા મળશે કે ખરેખર આ કારનો માલિક કોણ છે. કાર સચિન વજેની જ છે કે કેમ? તેમજ અભિષેક સાથે સચિન વઝેના કેવા સંબંધો હતાં. તેને કાર આપી હતી કે કેમ? તેવા સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી