ETV Bharat / state

દમણ વહીવટીતંત્રથી રોષે ભરાયેલાં સ્થાનિકોને જિલ્લા કલકટરે આપ્યાં ખુલાસા - દમણ ન્યૂઝ

દમણઃ સંઘ પ્રદેશ દમણમાં તંત્રની કામગીરી પર લોકો પશ્નો ઉઠાવી રહ્યાં છે. કારણ કે, થોડા સમય પહેલા તંત્ર જમીન દબાણના મામલે 100થી વધુ પરીવારો બેઘર કર્યા હતા. તે જ જમીન પર શૌચાલય અને કોમ્યુનિટી હૉલ બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ લોકો તંત્ર પર ભ્રષ્ટાચારી હોવાના ગંભીર આક્ષેપ કરી રહ્યાંં છે.

દમણ વહીવટીતંત્રથી રોષે ભરાયેલાં સ્થાનિકોને જિલ્લા કલકટરે આપ્યાં ખુલાસા
author img

By

Published : Nov 5, 2019, 10:11 AM IST

દમણમાં 120 પરિવારોને બેઘર બનાવ્યા બાદ પ્રશાસનસ મુશ્કેલીમાં આવ્યું છે. સ્થાનિકો તંત્રનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. જેથી દમણ કલેક્ટરે મીડિયાના સમક્ષ ખુલાસા રજૂ કરવા મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં પત્રકાર દ્વારા વહીવટીતંત્રને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, સરકારી જમીન પર MPLAD સ્કીમમાંથી શૌચાલય અને કોમ્યુનિટી હોલ કેવી રીતે બન્યા? અને શાળાની જેલ કેમ બનાવી? તેના જવાબમાં જિલ્લા કલેક્ટર ડૉ. રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે, "આ અંગે તેવો તપાસ કરશે. અને તે કેવી રીતે કોની પરમિશનથી બન્યા છે તેની તપાસ કરીને કહેશે. આમ, તંત્ર બેદરકારી ભર્યા જવાબ આપીને પોતાની જવાબદારીમાંથી છટકતું જોવા મળ્યું હતું."

દમણ વહીવટીતંત્રથી રોષે ભરાયેલાં સ્થાનિકોને જિલ્લા કલકટરે આપ્યાં ખુલાસા

ઉલ્લેખનીય છે કે, દમણમાં મોટી દમણ વિસ્તારમાં સરકારી જમીન પરના મકાનોને બુલડોઝ કર્યા બાદ દમણ કલેકટરે મીડિયા સમક્ષ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન કેટલાક મીડિયા પ્રતિનિધિઓએ સવાલો કર્યા હતા કે દમણ કલેકટરે જે ઘરોને સરકારી જમીન પર દબાણો ગણી તોડી પડ્યા હતા. તે જ સરકારી જમીન પર MPLAD ફંડમાંથી જે-તે સમયના કલેકટરની મંજૂરીથી શુલભ શૌચાલય, કોમ્યુનિટી હૉલ બાનાવવામાં આવ્યાં છે. જેથી તંત્રની આવી લાહપરવાહી ભર્યા વલણના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ એક કાર્યમાં બે અલગ અલગ નિર્ણય લેવાતા તંત્ર પર ભ્રષ્ટાચારી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે.

તો બીજી તરફ, IAS અધિકારીએ પણ બેઘર બનેલા લોકોની ધરપકડ કરી ત્રણ શાળાને જેલ બનાવી તેમાં કેદ કરવા મામલે ટીકા કરી છે કે, "શાળાને માત્રને માત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની મંજૂરી બાદ જ જેલમાં તબદીલ થઈ શકે છે. તે એક કલેકટર ના કરી શકે તો દમણ કલેકટરે શાળાને જેલ બનાવવાનો નિર્ણય કેવી રીતે લઈ શકે?" જેના જવાબમાં કલેકટરે જણાવ્યું હતું કે, પોતે એક કલેકટર છે અને કલેકટર શું કરી શકે તે તેમની જાણમાં છે. હાલમાં વેકેશન છે અને સ્કૂલ બંધ છે. એટલે શૈક્ષણિક કાર્યને કોઈ બધા નડતી નથી, અને જે લોકોની ધરપકડ કરી છે તે લોકોને જેલમાં ના રહેવું પડે મોકળાશમાં રહી શકે તે માટે ત્રણ શાળાને જેલ બનાવી છે."આમ, તંત્ર પોતાન કાર્યોને કાયદાનુસાર યોગ્ય બતાવીને પોતાની ભૂલને ઢાંકવાનો પ્રયત્ન કરતું જોવા મળ્યું હતું.

Intro:દમણ :- દમણમાં 120 પરિવારોને બેઘર બનાવ્યા બાદ હવે પ્રશાસન જાણે મુશ્કેલીમાં આવ્યું હોય તેમ બે મોઢાની વાતો કરે છે. દમણ કલેકટરે મીડિયાના પ્રતિનિધિઓ સમક્ષ કરેલા ખુલાસા અંગે મીડિયાએ જ કલેકટરને સરકારી જમીન પર MPLAD સ્કીમમાંથી શૌચાલય અને કોમ્યુનિટી હોલ કેવી રીતે બન્યા? તેમજ શાળાને જેલ કેમ બનાવી તેવા સવાલો કરતા હાલ આ મામલો વધુ પેચીદો બન્યો છે.Body:દમણમાં મોટી દમણ વિસ્તારમાં સરકારી જમીન પરના મકાનોને બુલડોઝ કર્યા બાદ દમણ કલેકટરે મીડિયા સમક્ષ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમ્યાન કેટલાક મીડિયા પ્રતિનિધિઓએ સવાલો કર્યા હતા કે દમણ કલેકટરે જે ઘરોને સરકારી જમીન પર દબાણો ગણી તોડી પડ્યા છે. તે જ સરકારી જમીન પર MPLAD ફંડમાંથી જે તે સમયના કલેકટરની મંજૂરીથી જ શુલભ શૌચાલય, કોમ્યુનિટી હોલ બાનાવી દેવામાં આવ્યા છે. તો શું ત્યારે પ્રશાસનને ખબર નહોતી કે આ સરકારી જમીન પરનું દબાણ છે? જેની સામે કલેકટર ડૉ. રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે આ અંગે તેવો તપાસ કરશે. અને તે કેવી રીતે કોની પરમિશન થી બન્યા છે તેની તપાસ કરીને કહેશે. હાલ માં તે અંગે કાઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

એવી જ રીતે એક IAS અધિકારીએ પણ બેઘર બનેલા લોકોની ધરપકડ કરી ત્રણ શાળાને જેલ બનાવી તેમાં કેદ કરવા મામલે ટીકા કરી છે કે શાળાને માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની મંજૂરી બાદ જ જેલમાં તબદીલ કરી શકાય તે એક કલેકટર ના કરી શકે તો દમણ કલેકટરે શાળાને જેલ કેમ બનાવી? જેની સામે કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે પોતે એક કલેકટર છે અને કલેકટર શુ કરી શકે તે તેમની જાણમાં છે. હાલમાં વેકેશન છે અને સ્કૂલ બંધ છે. એટલે શૈક્ષણિક કાર્યને કોઈ બધા નડતી નથી. અને જે લોકોની ધરપકડ કરી છે તે લોકોને જેલમાં ના રહેવું પડે મોકળાશમાં રહી શકે તે માટે ત્રણ શાળાને જેલ બનાવી હોવાનું જણાવ્યું હતું.Conclusion:ઉલ્લેખનીય છે કે હાલ ગરીબ પરિવારોના ગેરકાયદેસર ઘરને તોડી પાડ્યા બાદ પ્રશાસને પહેલા કાયદાકીય અને તે બાદ બળપ્રયોગ વડે સમગ્ર મામલાને દબાવવા નો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોનો આક્રોશ જોયા બાદ હવે બેકફૂટ પર આવ્યું છે. જેમાં ક્યાંક ને ક્યાંક પોતાનાં જ છબરડા બહાર આવી રહ્યા છે. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.