ETV Bharat / state

300 રૂપિયાના સ્ટેમ્પના અભાવે અરજદારો-અધિકારીઓની મુશ્કેલી વધી

વાપીઃ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે 2019ના બજેટમાં 100 રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને 300 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજૂ સુધી બજારમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર નહીં આવતા અરજદારો અને અધિકારીઓની મુશ્કેલી વધી છે.

stamp paper
author img

By

Published : Aug 29, 2019, 3:39 PM IST

'ઊંટ કાઢતા બકરું પેઠું' ની કહેવત મુજબ 3000ની સ્ટેમ્પ ડ્યુટી પેટે 100ના 30 સ્ટેમ્પ દસ્તાવેજના પેપર સાથે જોડવાની અને સાચવવાની જફા ઉભી થઇ છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં વધારો સૂચવતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે હવેથી એફિડેવિટ કરવા માટે 20 રૂપિયાના સ્ટેમ્પના બદલે 50 રૂપિયાનો સ્ટેમ્પ, 50 અને 100 ના સ્ટેમ્પ પેપરને બદલે 200 રૂપિયા અને 300 રૂપિયાના સ્ટેમ્પ વાપરવા ફરજીયાત છે. જે બાદ સરકાર તરફથી હજુ સુધી 300 રૂપિયાના સ્ટેમ્પ પ્રિન્ટિંગ કરીને પુરા નહીં પાડતા અરજદારો-અધિકારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે.

300 રૂપિયાના સ્ટેમ્પના અભાવે અરજદારો-અધિકારીઓની મુશ્કેલી વધી

રાજ્યમાં નાગરિકો દ્વારા સ્થાવર મિલકતની તબદીલીના વ્યવહારો માટે નિયત કરેલા દરે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફી ભરપાઇ કરવાની રહે છે. સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. હાલની આ પદ્ધતિમાં (1) નોન જ્યુડિશ્યલ સ્ટેમ્પ પેપર માટે પક્ષકારોએ લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરનો સંપર્ક કરવાનો થાય છે. જેમાં નિયત ડીમેનેશનના રૂપિયા 50, 100, 500,1000 વગેરેના સ્ટેમ્પ પેપર મળી શકે છે. (2) ફ્રેન્કીંગ સ્ટેમ્પ માટે લાયસન્સ હોલ્ડર બેંકનો સંપર્ક કરવાનો થાય છે. (3) ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ/બિન રોકડ લઇને રૂબરૂ જવાનું હોય છે. આ ત્રણેય પદ્ધતિઓમાં નિયત સ્થળ ઉપર કામકાજના નિયત સમય દરમિયાન જ સ્ટેમ્પ મળી શકે છે.

આ અંગે સરીગામના જાણીતા એડવોકેટ પ્રકાશ આરેકરે જણાવ્યું હતું કે, સરકારે આ જાહેરાત કર્યા બાદ હજુ સુધી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પ્રિન્ટિંગ થઈને આવ્યા નથી. જેથી અરજદારોએ દસ્તાવેજના કે, અન્ય કારણોસર મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, તેવા અરજદારોએ 100-100ના સ્ટેમ્પ પેપર સામેલ કરવા પડે છે.

વધુમાં પ્રકાશ આરેકરે જણાવ્યું હતું કે, પછાત વર્ગ ધરાવતા વિસ્તારમાં અન્ય એક સમસ્યા જાતિના આવકના દાખલાની છે. જે માટે અરજદારોએ ઉમરગામ સુધી જવું પડે છે. જો જાતિના દાખલા સ્થાનિક ગ્રામપંચાયત, તલાટી ઓફિસ અથવા શાળાના પ્રિન્સિપાલ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો અનેક ગરીબ લોકોના પૈસા અને સમય બચી શકે છે. જો કે, હાલમાં જ આ અંગે સરકારે આવો કોઈ નિણર્ય લીધો હોવાનું તેને જાણવા મળ્યું હોવાનું જણાવી આ નિર્ણયને આવકાર્ય ગણાવ્યો હતો.

Intro:વાપી :- નાણામંત્રી નીતિન પટેલે 2019ના રજૂ કરેલા બજેટમાં 100 રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને 300 રૂપિયા કરવાની જાહેરાત કર્યા બાદ હજુ સુધી બજારમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર નહીં આવતા અરજદારો-અધિકારીઓની મુશ્કેલી વધી છે. ઊંટ કાઢતા બકરું પેઠું ની કહેવત મુજબ 3000ની સ્ટેમ્પ ડ્યુટી પેટે 100-100ના 30 સ્ટેમ્પ દસ્તાવેજના પેપર સાથે જોડવાની અને સાચવવાની જફા ઉભી થઇ છે.Body:ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યૂટી રકમમાં વધારો સૂચવતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે હવેથી એફિડેવિટ કરવા માટે 20 રૂપિયાના સ્ટેમ્પના બદલે 50 રૂપિયાનો સ્ટેમ્પ, 50 ના 100 ના સ્ટેમ્પ પેપર વપરાશને બદલે 200 રૂપિયા, 300 રૂપિયાના સ્ટેમ્પ વાપરવા ફરજીયાત છે. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટ 2019માં આ જાહેરાત કરી હતી. જે બાદ સરકાર તરફથી હજુ સુધી 300 રૂપિયાના સ્ટેમ્પ પ્રિન્ટિંગ કરીને પુરા નહીં પાડતા અરજદારો-અધિકારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે.

રાજ્યમાં નાગરિકો દ્વારા તેઓની સ્થાવર મિલકતની તબદીલીના વ્યવહારો માટે નિયત કરેલા દરે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફી ભરપાઇ કરવાની રહે છે. સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. હાલની આ પદ્ધતિમાં (1) નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર માટે પક્ષકારોએ લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરનો સંપર્ક કરવાનો થાય છે. જેમાં નિયત ડીમેનેશનના રૂપિયા 50, 100, 500,1000 વગેરેના સ્ટેમ્પ પેપર મળી શકે છે. (2) ફ્રેન્કીંગ સ્ટેમ્પ માટે લાયસન્સ હોલ્ડર બેંકનો સંપર્ક કરવાનો થાય છે.(3) ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ/બિન રોકડ (ચેક,ડી.ડી. નેટ બેકીંગ, RTGS, NEFT,Account Transfer વગેરે ) લઇને રૂબરૂ જવાનું હોય છે. આ ત્રણેય પદ્ધતિઓમાં નિયત સ્થળ ઉપર કામકાજના નિયત સમય દરમિયાન જ સ્ટેમ્પ મળી શકે છે. પરંતુ આ અંગે સરકારે હાલમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરને બદલે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ની જાહેરાત કર્યા બાદ આ અંગે સરીગામના જાણીતા એડવોકેટ પ્રકાશ આરેકરે જણાવ્યું હતું કે સરકારે આ જાહેરાત કર્યા બાદ હજુ સુધી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પ્રિન્ટિંગ થઈને આવ્યા નથી. જેથી જે અરજદારોએ દસ્તાવેજના કે અન્ય કારણસર મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે તેવા અરજદારોએ 100-100ના એટલા હજારના સ્ટેમ્પ પેપર સામેલ કરવા પડે છે. 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર માટે 100-100ના 3 સ્ટેમ્પ પેપર લેવા પડે છે. ઉમરગામ પછાત વિસ્તાર છે. અહીં જમીનના દસ્તાવેજ કે અન્ય દસ્તાવેજ માટે લોકોએ ઉમરગામ સુધી ધક્કો ખાવો પડે છે. એમાં જો 3000ના સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય તો 100ના 30 સ્ટેમ્પ પેપર સામેલ કરવા પડે છે.   અધુરામાં પૂરું તેને સાચવવાની જફા અરજદારે અને સરકારી અધિકારી બંનેએ ભોગવવી પડે છે.

 એ જ રીતે પ્રકાશ આરેકરે જણાવ્યું હતું કે આ પછાત વર્ગ ધરાવતા વિસ્તારમાં અન્ય એક સમસ્યા જાતિની આવકના દાખલાની છે. જે માટે અરજદારોએ ઉમરગામ સુધી જવું પડે છે. તેવી રજુઆત તેણે સ્થાનિક આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરને કરી હતી. કે, જો જાતિના દાખલા સ્થાનિક ગ્રામપંચાયતમાં જ તલાટી કે શાળાના પ્રિન્સિપાલ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો અનેક ગરીબ લોકોના પૈસા અને સમય બચી શકે છે. જો કે હાલમાં જ આ અંગે સરકારે આવો કોઈ નિણર્ય લીધો હોવાનું તેને જાણવા મળ્યું હોવાનું જણાવી આ નિર્ણયને આવકાર્ય ગણાવ્યો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજયની જરૂરીયાત મુજબનો નોન પોસ્ટલ સ્ટેમ્પ્સનો જથ્થો ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ નાસિકથી મેળવી તેનું વિતરણ જુદા જુદા જિલ્લાઓમાં કરવાના હેતુસર ગાંધીનગર સ્ટેમ્પ અને નોધણી ભવન ખાતે બેસતી કચેરીને નોન પોસ્ટલ સ્ટેમ્પનો "નોડલ પોઈન્ટ" તરીકે જાહેર કરેલ છે.જુદા જુદા પ્રકારના નોન પોસ્ટલ સ્ટેમ્પનો ઉપયોગ જુદા જુદા પ્રકારના વ્યવહારો માટે થાય છે. મકાન, જમીન જેવી સ્થાવર મિલક્તોના વેચાણ ખરીદી તબદીલી, ગીરોખત વગેરેમાં સરકારે નક્કી કરેલ દર મુજબની સ્ટેમ્પ ડ્યુટી વસુલ લેવા આવા લેખોના લખાણને સ્ટેમ્પ ડ્યુટીની કિંમત મુજબના નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર પર કરવામાં આવે છે. તદ ઉપરાંત કરાર, સોગંદનામું, લોન જામીનગીરી, વગેરેના વ્યવહારોમાં નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થાય છે. હાલમાં 5/-, 10/-, 20/-, 50/-, 100/-, 500/-, 1000/-, 5000/-, 10000/-, 15000/-, 20000/- અને 25000/- ના દરના નોન જ્યુડીશીયલ પેપર ઉપલબ્ધ છે.

Bite :- પ્રકાશ આરેકર, એડવોકેટ, સરીગામ

Story approved by assignment desk

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.