સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં જવેલર્સની દુકાનમાં (Silvassa Crime News) બંદૂકના નાળચે લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. સેલવાસના આમલી વિસ્તારના બસેરા કોમ્પલેક્ષ ખાતે આવેલી આભૂષણ જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા યુવકોએ બંદૂકની અણીએ ધોળા દિવસે લૂંટ ચલાવી બાઈક ઉપર ફરાર થઇ ગયા હતા. (Robbery case in Silvassa)
દાગીના રોકડ લઈ ફરાર મળતી માહિતી મુજબ જ્વેલરી શોપમાં બપોરે 3 વાગ્યાની આસપાસ મોટરસાઇકલ પર આવેલા ત્રણ લૂંટારૂઓ પૈકી એક લૂંટારું બહાર બાઈક ઉપર હતો. તેમજ 2 બુકાનીધારીઓ દુકાનમાં પ્રવેશી બંદૂક બતાવીને દોઢ લાખની કિંમતના સોના ચાંદીના આભૂષણો અને 16 હજાર રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જેને લઈને પોલીસ દોડતી થઈ હતી. (Robbery jewellery shop in Amli area)
ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો ઘટનાની જાણ સેલવાસ પોલીસને (Silvassa Police) થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સેલવાસના મુખ્યમાર્ગ ઉપર ધોળા દિવસે લૂંટને અંજામ આપી ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા પોલીસે લૂંટારાઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારાઓ દુકાનમાં રહેલા દુકાનદારને બંદૂક બતાવી ડરાવી ધમકાવી 16000 રોકડા તેમજ ગ્રાહકોના રીપેરીંગ માટે આવેલા સોનાના દાગીના તેમજ દાગીના મળી કુલ દોઢ લાખના માલસામાન લઈ ફરાર થઈ ગયા હતા. (jewellery shop Robbery in Silvassa)