ETV Bharat / state

Daman News: એનર્જી સ્વરાજ યાત્રા કરી રહેલા સોલર મેને વાપીના ઉદ્યોગકારોએ આપ્યો પર્યાવરણના જતનનો મંત્ર - Vapi mantra of environmental protection

વધતા તાપમાનને કારણે પૃથ્વી પર આફત સર્જાઈ રહી છે. તેનો અભ્યાસ કરી લોકજાગૃતિ માટે નીકળેલા IIT મુંબઈના પ્રોફેસર ચેતનસિંહ સોલંકી પોતાની સોલાર પેનલ સંચાલિત બસ લઈને વાપી આવ્યા હતા. વાપીના ઉદ્યોગકારો સાથે તેમણે સોલાર એનર્જી અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

એનર્જી સ્વરાજ યાત્રા કરી રહેલા સોલર મેને વાપીના ઉદ્યોગકારોએ આપ્યો પર્યાવરણના જતનનો મંત્ર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 8:56 AM IST

એનર્જી સ્વરાજ યાત્રા કરી રહેલા સોલર મેને વાપીના ઉદ્યોગકારોએ આપ્યો પર્યાવરણના જતનનો મંત્ર

વાપી: IIT મુંબઈના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર રૂપે જોડાયેલ પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ પોતાની યાત્રા દરમિયાન વાપી આવ્યા હતા. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ખાતે પર્યાવરણની સુરક્ષા અને જતન માટે સોલર, વિન્ડ જેવી ગ્રીન એનર્જીના ઉપયોગ માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર ચેતન સિંહ સોલંકી, ભારતના "સોલર મેન" અને "સોલર ગાંધી" તરીકે ઓળખાય છે.

ઉદ્યોગકારોએ અવેરનેસ સેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો

સોલાર પેનલ સંચાલિત બસમાં એનર્જી યાત્રા: ચેતનસિંહ સોલંકીને સાંભળવા અને તેના ઉદેશય જાણી પર્યાવરણ જતનમાં કઈ રીતે મદદરૂપ થઇ શકાય તેવા આશયથી વાપીના ઉદ્યોગકારોએ અવેરનેસ સેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ એનર્જી સ્વરાજ યાત્રા અંગે પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, "આ તેમની 11 વર્ષની યાત્રા છે. જેનો શુભારંભ તેમણે 2020 માં કર્યો છે. યાત્રા 2030 માં પૂરી થશે. આ યાત્રા દરમિયાન તે તેમના ઘરે જવાના નથી.

ચેતનસિંહ સોલંકી પોતાની સોલાર પેનલ સંચાલિત બસ લઈને વાપી આવ્યા

"સમગ્ર વિશ્વ માટે ક્લાયમેટ ચેન્જ એ ગંભીર સમસ્યા છે. પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ઘટાડવો દરેકનો પ્રયાસ હોવો જોઈએ. માત્ર સરકાર કે કોઈ સંસ્થા એ કરી શકે તેમ નથી."--ચેતનસિંહ સોલંકી (સોલાર ગાંધીનું બિરુદ મેળવનાર સોલાર મેન)

ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા : ચેતનસિંહ સોલંકી વધુમાં જણાવ્યું હતું કે, "દરેક વ્યક્તિ કે ઉદ્યોગપતિ અનેકગણો વધારાનો ખર્ચ બચાવી શકશે. એટલે ઓછા ખર્ચે વધુ નફો એ દેશના અર્થતંત્રને પણ ધબકતું રાખી શકશે. પર્યાવરણનું જતન કરવામાં સહભાગી પણ બની શકે." આ સેશનમાં વાપીના અનેક જાણીતા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.

  1. વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ થઈ જાહેર
  2. Vapi-Shamlaji National Highway: બિસ્માર બનેલા વાપી-શામળાજી નેશનલ હાઇવે પર કોંગ્રેસનું ખાડાપૂજન, સપ્તાહમાં ડામર રોડ નહિ બને તો રસ્તા રોકો આંદોલન કરશે
  3. Vapi Fire: GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.