દમણમાં લોકસભા ચૂંટણી શરૂઆતથી જ રસાકસી ભરી રહી હતી. જે મતગણતરીના દિવસે પણ જોવા મળી હતી. એક તબક્કે ભાજપના લાલુભાઈ પટેલથી કેતન પટેલ આગળ રહ્યા હતા અને કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ તે બાદ અચાનક જ બાજી પલ્ટી હતી અને ભાજપના લાલુભાઈ કેતન પટેલથી આગળ નીકળી ગયા હતા. આખરે ભાજપના લાલુભાઈ પટેલ 9889 મતથી આગળ રહી દમણમાં હેટ્રિક નોંધાવી છે. દમણમાં ક્યારેક ત્રીજીવાર કોઈ ઉમેદવાર જીતતો નથી તે વાયકાને ખોટી સાબિત કરી હતી. કારણ કે લાલુભાઈએ સતત ત્રીજી વખત આ બેઠક પર વિજય મેળવ્યો છે.
દમણ દીવમાં લાલુભાઈ પટેલ વિજય બનતા ભાજપના કાર્યકર્તા ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી સરઘસ કાઢી વિજયની ઉજવણી કરી હતી. ભાજપ કાર્યકરોએ એકબીજા ના મોઢુ મીંઠું કરાવી વિજયની ઉજવણી કરી હતી. આ જીત અંગે લાલુભાઈ પટેલે પોતાની જીતને દમણની જનતાની જીત અને પોતાની હેટ્રિક એ દમણની જનતાની હેટ્રિક ગણાવી હતી.