ETV Bharat / state

દમણમાં કારખાનામાં કામ કરતાં 5673 કામદારોને પાસની સગવડ આપવામાં આવી - કોરોનાવાઈરસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના વાઈરસને અટકાવવા માટે લગાવેલા લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કારખાનામાં કામ કરતા અને રોજ આવાગમન કરતા 5673 કામદારોને કોઈ તકલીફ ઊભી ના થાય તે માટે પ્રશાસન તરફથી ખાસ પાસ આપવામાં આવ્યા છે.

daman
daman
author img

By

Published : Mar 31, 2020, 11:43 PM IST

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના વાયરસની રોકથામ માટે લગાવેલા લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કારખાનામાં કામ કરતા અને રોજ આવાગમન કરતા 5673 કામદારોને કોઈ તકલીફ ઊભી ના થાય તે માટે પ્રશાસન તરફથી ખાસ પાસ આપવામાં આવ્યા છે.

દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં તંત્રે કોરોનાવાયરસના ફેલાવાને અટકાવવા સમયાંતરે આગોતરા પગલાં લીધા છે. લોકડાઉનના સમયમાં લોકોના આવાગમન પર પ્રતિબંધ મૂકાયો છે. ચેકપોસ્ટ પરથી અંદર દાખલ થતા વાહનોમાંથી આવશ્યક ચીજવસ્તુઓ લાવનાર સિવાયના બીજા અન્ય વાહનોને પરત મોકલી દેવામાં આવે છે. દાદરા ચેકનાકા ઉપરથી 71, નરોલી નાકા પરથી 29 અને ખેરડી નાકા પરથી ચાર વાહનોને પાછા કાઢવામાં આવ્યા હતા. જ્યારે જરૂરી ચકાસણી બાદ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાના 17 વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કોરોના મહારોગ વિશે જાગૃતિ અભિયાન, બચવાના ઉપાયો, વાહનો કે અન્ય અવરજવર ન કરવા વિશે સુચના આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં દવા, તબીબી સાધનો સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ચાલુ કારખાનાઓમાં કામદારોને આવજા કરવા માટે સેલવાસ કલેકટર કચેરી ખાતે સુવિધા કેન્દ્રમાંથી 5673 કામદારોને પાસ કાઢી આપવામાં આવ્યા છે. જેથી તેઓ ઘરેથી કારખાના સુધી સરળતાથી આવ-જા કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.