વાપી: દેશમાં 21 દિવસના lockdownના ફરમાન બાદ હાલ શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે. તમામ ઉદ્યોગો અને ધંધા રોજગારના સ્થળો પર નીરવ શાંતિ પથરાયેલી છે. હજારો શ્રમિક પરિવાર બે ટંકના ભોજન માટે પગપાળા જ 100થી 700 કિલોમીટર દૂર પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આવા ગરીબ પરિવારો ભોજનથી વંચિત ના રહે અને કોરોના સામેની દેશની લડાઈમાં પોતાના ઘરે જ સુરક્ષિત રહે તે માટે સરકારની સાથે અનેક સ્વયંસેવી સંસ્થાઓ બનતા પ્રયાસ કરી રહી છે. વાપીમાં પણ આવા ગરીબ પરિવારોને ખોરાકની તકલીફ ના પડે તે માટે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી દ્વારા અનાજ કરીયાણાની કીટ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી રોજના 200 લોકોને અનાજ કરિયાણું અને 300 લોકોને ફુડ પેકેટ આપી આંતરડી ઠારી રહ્યું છે.
"દેને કો ટુકડા ભલા... લેનો કો હરિ નામ..." આ ઉક્તિને કોરોનાના કહેર વચ્ચે વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાર્થક કરી રહી છે - દમણ ન્યૂઝ
દેશમાં કોરોનાના મહાસંકટ વચ્ચે બે ટંકનું ખાનારા લોકો પણ પોતાના ઘરે રહી આ મુસીબતમાં lockdownના આદેશનું પાલન કરી શકે અને પરિવારને નિભાવી શકે, તે માટે દેશના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અન્નદાનનો મહિમા વધ્યો છે. વાપીમાં પણ lockdownના કારણે રોજગારથી વંચિત રહેલા ગરીબ પરિવારો માટે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ નામની સંસ્થા રોજની 200 જેટલી અનાજ કરીયાણાની કીટ અને 300 જેટલા ફૂડ પેકેટસ વહેંચી લોકોની આંતરડી ઠારી રહી છે.